કાવ્ય - 29
*
દેશને અવ્વલ નંબરે લઈ જવા
રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર
તનતોડ મહેનત કરી રહ્યાં છે :
રાષ્ટ્રપ્રેમી નાગરિકો અને સરકાર
તનતોડ મહેનત કરી રહ્યાં છે :
આર્થિક સલાહકારો કહે છે
હરહાલતમાં માથાદીઠ આવક
વધવી જોઈએ,
હરહાલતમાં જીડીપી
વધવી જોઈએ.
હરહાલતમાં માથાદીઠ આવક
વધવી જોઈએ,
હરહાલતમાં જીડીપી
વધવી જોઈએ.
પણ ઉત્પાદન વધારવું બહુ
અઘરો રસ્તો છે,
વિકલ્પે સહેલો રસ્તો છે
દેશમાં માથાં ઘટાડો.
રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે.
અઘરો રસ્તો છે,
વિકલ્પે સહેલો રસ્તો છે
દેશમાં માથાં ઘટાડો.
રેશિયો ઓટોમેટિક ઝડપથી ઊંચો ચઢતો જશે.
દેશવાસીઓ આ મહાપ્રોજેક્ટમાં
પોતપોતાની રીતે યોગદાન
આપી રહ્યા છે :
પોતપોતાની રીતે યોગદાન
આપી રહ્યા છે :
વર્ષે હજારો લોકો એક્સિડન્ટમાં પોતાના જાનની આહુતિ આપી દે છે.
વર્ષે હજારો નાગરિકો
પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે.
વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં
મરે છે.
વર્ષે હજારો નાગરિકો
પતંગોત્સવ જેવા જાતભાતના ઉત્સવોમાં મરે છે.
વર્ષે હજારો સ્ત્રીઓ રેઈપ અને ઓનર કિલિંગ અને ડોમેસ્ટિક વાયોલન્સમાં
મરે છે.
સરકાર પણ પોતાના સિરિયસ પ્રયત્નો
કરી રહી છે :
કરી રહી છે :
વર્ષે હજારો ખેડૂતો ને બેકારો
ને વિદ્યાર્થીઓ આત્મહત્યાઓ
કરી રહ્યા છે.
વર્ષે હજારો ધાર્મિકો કુંભમેળા જેવા જાતભાતના મેળાઓની ગિરદીમાં કચરાઈને મરે છે.
વર્ષે હજારો નિર્દોષો દંગાફસાદ ને બોમ્બિંગ ને લિંચિંગથી મરે છે.
વર્ષે હજારો લોકો સાચાખોટા એન્કાઉન્ટરમાં મરે છે.

બસ સરકાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ
વિકાસની આ ઝડપ વધારવાની છે.
બસ વિકાસ માટે જરૂર છે
સૌના સાથની.
વિકાસની આ ઝડપ વધારવાની છે.
બસ વિકાસ માટે જરૂર છે
સૌના સાથની.
આવતા પાંચ વર્ષોમાં દેશને વિશ્વગુરુ બનતાં કોઈ રોકી નહીં શકે.
*
નીરવ પટેલ
16-1-2019
Comments
Post a Comment