કાવ્ય : 63
*
ગૂઢ પ્રક્રુતિથી અચંબિત
માનવી મિથક રચે છે,
તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં
આધુનિક કવિ મિથકને બદલે
કવિતા રચે છે,
કોઈ એને ભલી કહે કે ભૂંડી,
એબ્સર્ડ કહે કે સરરિયલ.
માનવી મિથક રચે છે,
તો પ્રક્રુતિનાં રહસ્યો પામતાં
આધુનિક કવિ મિથકને બદલે
કવિતા રચે છે,
કોઈ એને ભલી કહે કે ભૂંડી,
એબ્સર્ડ કહે કે સરરિયલ.
અલબત્ત, કલ્પનાનાં નિર્બંધ ઉડ્ડયનો વિના નથી રચાતી કવિતા
કે નથી ઘડાતાં મિથક.
કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે,
અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત.
કે નથી ઘડાતાં મિથક.
કવિતાની જેમ મિથકનેય પોતાનું આગવું લોજિક હોય છે,
અલબત્ત, જે તે કાળને સુલભ અને સીમિત.
જાદુગરની જેમ મિથક જાનવરને માનવ કે દેવ બનાવી શકે છે,
અને વાઈસ વર્સા.
લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે.
મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે.
અને વાઈસ વર્સા.
લોકો એને પવિત્ર, પૂજાર્હ, પરમેશ્વર માને છે.
મિથક માનવીને પ્રક્રુતિ સામે લાચાર પ્રાણી બનાવે છે.
આધુનિક કવિતા એના આગવા લોજિકથી મિથકના એ પરમેશ્વરને એના મૂળ જાનવર અવતારમાં બતાવી શકે છે,
કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને.
કવિતા નિર્ભ્રાન્ત, નિર્ભય અને સંપ્રજ્ઞ કરે છે માનવીને.
મિથકાર સરસ્વતીને માતા અને દેવી
માને છે
ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે.
માને છે
ને માને છે કે એની ક્રુપાથી જ માનવીને વાણી અને વિદ્યા પ્રાપ્ત થાય છે.
કવિ કલ્પનાના ઉડ્ડયનમાં સરસ્વતીને પ્રેયસી માને છે
ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે,
જે દલિતોની મુક્તિદાત્રી બને છે.
ને એ યુગલના પ્લેટોનિક પ્રેમથી એમને જોરાવર દીકરીઓ જન્મે છે, કવિતાઓ જન્મે છે,
જે દલિતોની મુક્તિદાત્રી બને છે.
મિથક અને કવિતા
બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે.
મિથક લાચાર બનાવે છે,
કવિતા નિર્ભ્રાન્ત બનાવે છે.
બન્નેમાં કલ્પનાતીત ઉડ્ડયનો હોય છે.
મિથક લાચાર બનાવે છે,
કવિતા નિર્ભ્રાન્ત બનાવે છે.
*
નીરવ પટેલ
16-2-2019
Comments
Post a Comment