કાવ્ય : 1
કવિ અને કોમરેડ
*
પ્રો. વજેસિંહભાઈ પારગી,
તમે તો શબ્દોના માલમી છો,
જૂઓને જરા,
મારા નામમાં એવો તે કેવો કૂડો ભર્યો છે કે
ઉજળિયાતોને તે આટલું બધું કઠે છે?
શેક્સપિયર તો કહે છે નામમાં શું બળ્યું છે –
કમળને પોયણું કહેશો તો
શું સરોવર એને વહાલ કરવાનું છોડી દેશે?
તમે તો શબ્દોના માલમી છો,
જૂઓને જરા,
મારા નામમાં એવો તે કેવો કૂડો ભર્યો છે કે
ઉજળિયાતોને તે આટલું બધું કઠે છે?
શેક્સપિયર તો કહે છે નામમાં શું બળ્યું છે –
કમળને પોયણું કહેશો તો
શું સરોવર એને વહાલ કરવાનું છોડી દેશે?
પારગીસાહેબ, તમે
તો પાછા કવિય છો,
મારે માટે કોઈ સોનારૂપાનો શબ્દ ઘડી દો ને!
જેમકે શકરાને બદલે સમ્રાટ
કે કાળિયાને બદલે કુંદન!
એવો અક્ષરમેળ બેસાડો,
અલંકારોથી એવો સજાવો,
એવો વરખ ચઢાવો કે
કોઈને ખબર જ ન પડે
કે આ પરમાર છે કે પટેલ,
ને જે મને પજવે છે તે સૌ મને પ્રેમ કરતા થઇ જાય,
મને માન આપતા થઇ જાય.
મારે માટે કોઈ સોનારૂપાનો શબ્દ ઘડી દો ને!
જેમકે શકરાને બદલે સમ્રાટ
કે કાળિયાને બદલે કુંદન!
એવો અક્ષરમેળ બેસાડો,
અલંકારોથી એવો સજાવો,
એવો વરખ ચઢાવો કે
કોઈને ખબર જ ન પડે
કે આ પરમાર છે કે પટેલ,
ને જે મને પજવે છે તે સૌ મને પ્રેમ કરતા થઇ જાય,
મને માન આપતા થઇ જાય.
ભાષાશાસ્ત્રી પારગીસાહેબ,
તમે તો જાણો છો હું જનાવર નહીં, માણસ છું.
શું તમે મારે માટે કોઈ નવોનક્કોર શબ્દ
ઉપમા, ઈમેજ, મેટાફર ના ઘડી શકો?
તમે તો જાણો છો હું જનાવર નહીં, માણસ છું.
શું તમે મારે માટે કોઈ નવોનક્કોર શબ્દ
ઉપમા, ઈમેજ, મેટાફર ના ઘડી શકો?
લાંબો નિસાસો નાખતાં વજેસિંહભાઈ બોલ્યા :
કાળા, શબ્દોનો તો ખજાનો છે મારી પાસે,
મીંટફ્રેશ ને એકેકથી ચઢિયાતા,
સુવિનીત કોશની તાજી પૂરવણી મેં જ તો લખી છે.
પણ અફસોસ, શબ્દોને અર્થ તો
હું કે તું નહીં,
કોઈ ત્રીજું જ આપે છે.
ઉજળિયાતોનો પડછાયો પડતાં જ
કાળા મશ થઈ જાય છે,
ગંધાતા ગોબરા થઇ જાય છે એ સૌ.
જ્ઞાનપીઠ વિજેતા કવિય તારે કામ નહિ આવે.
તારે કવિની નહીં, ક્રાંતિકારીની જરૂર છે :
જે જૂનાનો ભાંગીને ભૂક્કો કરે,
ને પછી નવનિર્માણ કરે.
અધીરો થયો હો તો જા કોમરેડ સરૂપા ધ્રુવ પાસે,
ને ધીરજ હોય તો જા બાબા ભીમરાવ પાસે.
કાળા, શબ્દોનો તો ખજાનો છે મારી પાસે,
મીંટફ્રેશ ને એકેકથી ચઢિયાતા,
સુવિનીત કોશની તાજી પૂરવણી મેં જ તો લખી છે.
પણ અફસોસ, શબ્દોને અર્થ તો
હું કે તું નહીં,
કોઈ ત્રીજું જ આપે છે.
ઉજળિયાતોનો પડછાયો પડતાં જ
કાળા મશ થઈ જાય છે,
ગંધાતા ગોબરા થઇ જાય છે એ સૌ.
જ્ઞાનપીઠ વિજેતા કવિય તારે કામ નહિ આવે.
તારે કવિની નહીં, ક્રાંતિકારીની જરૂર છે :
જે જૂનાનો ભાંગીને ભૂક્કો કરે,
ને પછી નવનિર્માણ કરે.
અધીરો થયો હો તો જા કોમરેડ સરૂપા ધ્રુવ પાસે,
ને ધીરજ હોય તો જા બાબા ભીમરાવ પાસે.
*
નીરવ પટેલ
૧૯-૧૨-૨૦૧૮
૧૯-૧૨-૨૦૧૮
Comments
Post a Comment