કાવ્ય : 28
*
કશું ખાધાપીધા વિના
વ્રુક્ષોની ડાળોમાં પારેવાં
દિવસભર ધ્રુજતાં ધ્રુજતાં બેઠાં રહ્યાં.
વ્રુક્ષોની ડાળોમાં પારેવાં
દિવસભર ધ્રુજતાં ધ્રુજતાં બેઠાં રહ્યાં.
બહુ તરસ્યું એક પારેવું
પાણી ભરેલી ઠીબ જોઈ
હિંમતભેર ઊડ્યું
તે કાચ પાયેલી ચાઈનીઝ દોરીથી પાંખ કપાતાં ઢેખાળાની જેમ ધબ્બ કરીને
હેઠે પડ્યું!
પાણી ભરેલી ઠીબ જોઈ
હિંમતભેર ઊડ્યું
તે કાચ પાયેલી ચાઈનીઝ દોરીથી પાંખ કપાતાં ઢેખાળાની જેમ ધબ્બ કરીને
હેઠે પડ્યું!
વ્રુક્ષોમાં છૂપાયેલાં પંખીઓએ હૈયાફાટ
રુદન કર્યું.
રુદન કર્યું.
વડા પારેવાએ સૌને આશ્વાસન આપ્યું :
રાત્રે પવન પડી જશે,
થાકેલા પતંગબાજો ઘરોમાં ભરાઈ જશે.
મેં તો આવી બહુ ઉતરાણો જોઈ છે.
રાત્રે પવન પડી જશે,
થાકેલા પતંગબાજો ઘરોમાં ભરાઈ જશે.
મેં તો આવી બહુ ઉતરાણો જોઈ છે.
રાત પડી.
ને ચારે બાજુ બોમ્બ ફૂટવા લાગ્યા.
ઈંડા ને બચ્ચાં તો માળામાંથી ફટાફટ બહાર પટકાયાં.
ને ચારે બાજુ બોમ્બ ફૂટવા લાગ્યા.
ઈંડા ને બચ્ચાં તો માળામાંથી ફટાફટ બહાર પટકાયાં.
ઉતરાણની રાતે આ વળી શું થયું?
બોંબ તો દીવાળીએ ફૂટે.
બોંબ તો દીવાળીએ ફૂટે.
ત્યાં તો બોમ્બમારાથી ભાગીને
એક પારેવું છેક પાણીપતથી ઉડતું ઉડતું,
વિસામો ખાવા વ્રુક્ષ પર ઉતર્યું!
એક પારેવું છેક પાણીપતથી ઉડતું ઉડતું,
વિસામો ખાવા વ્રુક્ષ પર ઉતર્યું!
એણે સૌને સમાચાર આપ્યા :
દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે,
એ લોકો એને સિવિલ વોર કહે છે,
સત્તા માટે એકબીજાનો ખૂડદો બોલાવી
રહ્યા છે આ દેશના લોકો!
દેશમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે,
એ લોકો એને સિવિલ વોર કહે છે,
સત્તા માટે એકબીજાનો ખૂડદો બોલાવી
રહ્યા છે આ દેશના લોકો!
પારેવાંના વડાએ હુકમ કર્યો :
વહેલી પરોઢે આ દેશ છોડીને
નીકળી પડો,
દરિયાપાર કોઈ દેશ તો હશે,
જ્યાં લોકો શાંતિ ને ભાઈચારાથી રહેતા હશે.
આપણે ત્યાં ઉતરાણ કરશું.
વહેલી પરોઢે આ દેશ છોડીને
નીકળી પડો,
દરિયાપાર કોઈ દેશ તો હશે,
જ્યાં લોકો શાંતિ ને ભાઈચારાથી રહેતા હશે.
આપણે ત્યાં ઉતરાણ કરશું.
પંખીઓ તો ઊડી ગયાં,
પણ આ દેશના નિર્દોષ નાગરિકો ક્યાં જાય!
પણ આ દેશના નિર્દોષ નાગરિકો ક્યાં જાય!
*
નીરવ પટેલ
15-1-2019
Comments
Post a Comment