કાવ્ય : 5
સંજલિ
*
'મમ્મી, હું બચી ગઈ તો
હું જ બદલો લઈશ,
હું જ એને જીવતો સળગાવીશ.
પણ જો હું મરી જાઉં
તો તમે એને છોડતા નહીં,
એને જીવતો સળગાવીને જ
મારા મોતનો બદલો લેજો.'
હું જ બદલો લઈશ,
હું જ એને જીવતો સળગાવીશ.
પણ જો હું મરી જાઉં
તો તમે એને છોડતા નહીં,
એને જીવતો સળગાવીને જ
મારા મોતનો બદલો લેજો.'
કોને ખબર પોલિસ અને ન્યાયાલયો
શો અર્થ કાઢશે
પેટ્રોલની આગમાં ઝૂલસતી
ટીનેજર દલિત દીકરી સંજલિના
આ મરણોત્તર નિવેદનનો?
શો અર્થ કાઢશે
પેટ્રોલની આગમાં ઝૂલસતી
ટીનેજર દલિત દીકરી સંજલિના
આ મરણોત્તર નિવેદનનો?
સંજલિ બેન્ડીટ ક્વીન તો હતી નહીં,
એ તો કેવળ વિદ્યાર્થીની હતી,
અલબત્ત, હોનહાર.
એ તો કેવળ વિદ્યાર્થીની હતી,
અલબત્ત, હોનહાર.
પણ IPS બનવા
માગતી
આ છોકરી જીવી ગઈ હોત તો
એની કેરિયરમાં એણે
એક એન્કાઉન્ટર તો જરૂર કર્યું હોત!
આ છોકરી જીવી ગઈ હોત તો
એની કેરિયરમાં એણે
એક એન્કાઉન્ટર તો જરૂર કર્યું હોત!
મારી પ્યારી બિટિયા સંજલિ,
તારી વાત સાચી છે :
અદાલતોને વિખેરી નાખવાનો સમય થયો છે,
ખુદની લડાઈ હવે ખુદે જ લડવી પડે
એવો સમય આવ્યો છે
જંગલરાજ સાથે વર્ણધર્મમાંય માનતા આ રૂથલેસ દંભી દેશમાં.
તારી વાત સાચી છે :
અદાલતોને વિખેરી નાખવાનો સમય થયો છે,
ખુદની લડાઈ હવે ખુદે જ લડવી પડે
એવો સમય આવ્યો છે
જંગલરાજ સાથે વર્ણધર્મમાંય માનતા આ રૂથલેસ દંભી દેશમાં.
પણ અફસોસ, તું
હવે નથી,
બચ્યો છે તો તારો બહોળો
દલિત પરિવાર
અને એવર બ્રૂડિંગ
આ દલિત હેમ્લેટ :
To be or not to beના નિરાકરણ પહેલાં શું થઈ શકે
એ વિચારતો!
બચ્યો છે તો તારો બહોળો
દલિત પરિવાર
અને એવર બ્રૂડિંગ
આ દલિત હેમ્લેટ :
To be or not to beના નિરાકરણ પહેલાં શું થઈ શકે
એ વિચારતો!
*
નીરવ પટેલ
23-12-2018
Comments
Post a Comment