કાવ્ય : 60
પાડાની પીઠ પર સવાર થઈ
મોત સામે આવી ઊભું છે
ને તમે સૌ મને 'આનંદ' ફિલ્મના હીરોની જેમ ખુશ રહેવા કહો છો.
મોત સામે આવી ઊભું છે
ને તમે સૌ મને 'આનંદ' ફિલ્મના હીરોની જેમ ખુશ રહેવા કહો છો.
7 નાતરાં કરનાર 97 વર્ષની ડોશીને ભલા મોતનો શો ભય :
જાડો જોયો, પાતળો જોયો
ટૂંકો જોયો, લાંબો જોયો.
ગાંધી જોયો, કણબી જોયો
મહેતો જોયો, મોદી જોયો.
જાડો જોયો, પાતળો જોયો
ટૂંકો જોયો, લાંબો જોયો.
ગાંધી જોયો, કણબી જોયો
મહેતો જોયો, મોદી જોયો.
જોયુંય એટલું ને જાણ્યુંય એટલું,
ભોગવ્યુંય એટલું ને માણ્યુંય એટલું.
ભોગવ્યુંય એટલું ને માણ્યુંય એટલું.
ખુશખુશાલ કે ખિન્ન
હું તો તૈયાર જ છું
પાડા પર ચઢી બેસવા,
કોને ખબર બીજા કોઈ ગ્રહ પર
તે મને ઉતારે
ને વળી પાછો નવો સંસાર માંડવાનો થાય કોઈ એલિયનથી!
હું તો તૈયાર જ છું
પાડા પર ચઢી બેસવા,
કોને ખબર બીજા કોઈ ગ્રહ પર
તે મને ઉતારે
ને વળી પાછો નવો સંસાર માંડવાનો થાય કોઈ એલિયનથી!
માણસના કે એલિયનના,
સંસારની માયા હર હાલતમાં મજાની હોવાની :
મિત્રો, સગાંઓ, સ્નેહીઓ
ને સંસારનો સારો અસબાબ!
સંસારની માયા હર હાલતમાં મજાની હોવાની :
મિત્રો, સગાંઓ, સ્નેહીઓ
ને સંસારનો સારો અસબાબ!
એટલે જ તો મને નથી ગમતું
આ ગ્રહની માયા છોડી
કાયમ માટે બીજે ક્યાંય જવાનું.
ને તમે સૌ કહો છો
'આનંદ'ની જેમ હસતે મોઢે પાડા પર
ચઢી બેસવાનું.
આ ગ્રહની માયા છોડી
કાયમ માટે બીજે ક્યાંય જવાનું.
ને તમે સૌ કહો છો
'આનંદ'ની જેમ હસતે મોઢે પાડા પર
ચઢી બેસવાનું.
ના, મને લગીરેકય બીક નથી મોતની.
હા, મને માયા છે તમ સૌથી સભર આ પ્રુથ્વીની.
હા, મને માયા છે તમ સૌથી સભર આ પ્રુથ્વીની.
*
નીરવ પટેલ
13-2-2019
Comments
Post a Comment