કાવ્ય : 11
*
એલિસબ્રિજ અને નહેરુબ્રિજને જોડતો,
સાબરમતીને કાંઠે પાઘડીપને પથરાયેલો,
પ્રેમીઓ સિવાય કોઈનેય ના જડે એવો
ભીખાભાઈ ગાર્ડન.
સાબરમતીને કાંઠે પાઘડીપને પથરાયેલો,
પ્રેમીઓ સિવાય કોઈનેય ના જડે એવો
ભીખાભાઈ ગાર્ડન.
ના વાંસળીવાળો,
ના ફૂગ્ગાવાળો,
ના ચનાજોરગરમવાળો,
ના સાદા લૂગડાંનો પોલિસવાળો.
ભીખાભાઈના પ્રેમીઓ સૌથી સુરક્ષિત,
તેમને કોઈનું ડિસ્ટર્બન્સ નહીં.
ના ફૂગ્ગાવાળો,
ના ચનાજોરગરમવાળો,
ના સાદા લૂગડાંનો પોલિસવાળો.
ભીખાભાઈના પ્રેમીઓ સૌથી સુરક્ષિત,
તેમને કોઈનું ડિસ્ટર્બન્સ નહીં.
સૂરજમુખીનાં
સોનાના થાળ જેવાં મોટાં મોટાં ફૂલો
ને સાબરમતીના શીતળ પાણીથી પલળેલો મંદમંદ પવન.
ભીખાભાઈ એટેલે
નર્યો પ્રેમ અને પ્રેમ અને પ્રેમ.
સોનાના થાળ જેવાં મોટાં મોટાં ફૂલો
ને સાબરમતીના શીતળ પાણીથી પલળેલો મંદમંદ પવન.
ભીખાભાઈ એટેલે
નર્યો પ્રેમ અને પ્રેમ અને પ્રેમ.
ઠેઠ NIDથી એક
હિપ્પણ એના હિપ્પી લવર સાથે આવી ચઢતી.
એ બાબૂમોશાયે
અમારોય સ્કેચ કર્યો હતો,
એને લાગ્યું હશે
આ પિક્ચર પરફેક્ટ દેશી કપલ છે!
એ બાબૂમોશાયે
અમારોય સ્કેચ કર્યો હતો,
એને લાગ્યું હશે
આ પિક્ચર પરફેક્ટ દેશી કપલ છે!
ત્યારે તો એ બોગનવેલની વાડથી રક્ષાયેલો
ને ઊંચા ઊંચા પામવ્રુક્ષોથી શોભતો.
આજે તો રઘવાઈ રિવરફ્રન્ટે
પ્રેમીઓને સાવ નાગાઊઘાડા
કરી કાઢ્યા છે!
ને ઊંચા ઊંચા પામવ્રુક્ષોથી શોભતો.
આજે તો રઘવાઈ રિવરફ્રન્ટે
પ્રેમીઓને સાવ નાગાઊઘાડા
કરી કાઢ્યા છે!
ઓછું હતું તે આર્ટ ગેલરીવાળાએ
પૂરું કર્યું :
મન ફાવે તેમ વેતરાઈ ગયો બાપડો ભીખાભાઈ!
નિરાધાર થઈ ગયાં ગુજરાત કોલેજ અને એમજે લાઈબ્રેરીનાં
સૌ રાંકડાં પ્રેમીપંખિડાં.
પૂરું કર્યું :
મન ફાવે તેમ વેતરાઈ ગયો બાપડો ભીખાભાઈ!
નિરાધાર થઈ ગયાં ગુજરાત કોલેજ અને એમજે લાઈબ્રેરીનાં
સૌ રાંકડાં પ્રેમીપંખિડાં.
હવે નથી પંખી,
નથી પુષ્પો,
નથી પ્રણયીઓ!
નથી પુષ્પો,
નથી પ્રણયીઓ!
ભીખાભાઈ,
આ શહેરનો મેયર આટલો
ક્રૂર શા માટે હશે?
કોઈએ એની સાથે પ્રેમદ્રોહ કર્યો,
તે સૌ પ્રેમીઓ સાથે વેર વાળવાનું?
આ શહેરનો મેયર આટલો
ક્રૂર શા માટે હશે?
કોઈએ એની સાથે પ્રેમદ્રોહ કર્યો,
તે સૌ પ્રેમીઓ સાથે વેર વાળવાનું?
ચીનના કોમ્યુનિસ્ટ રાજારાણી માટે તે ઢોલિયા ઢાળે,
હિંચકે ઝૂલાવે,
વિંઝણે પવન વહેવડાવે
અને અબુ કસાઈની ચાલીનાં
મુફલિસ કોલેજિયન કપલ્સને હાડ...હાડ...કરી ભગાડે!
હિંચકે ઝૂલાવે,
વિંઝણે પવન વહેવડાવે
અને અબુ કસાઈની ચાલીનાં
મુફલિસ કોલેજિયન કપલ્સને હાડ...હાડ...કરી ભગાડે!
ભિખાભાઈને ઉજાડીને
તું કદી પ્રેમ નહી પામે નગરપતિ.
કોઈ કેપિટાલિસ્ટને કદી પ્રેમ મળે છે?
પ્રેમ તો અનારકલીની જેમ
ગોદમાં આવી પડે છે
રાજવારસાને ઠોકરે મારતા પ્રેમીઓની.
તું કદી પ્રેમ નહી પામે નગરપતિ.
કોઈ કેપિટાલિસ્ટને કદી પ્રેમ મળે છે?
પ્રેમ તો અનારકલીની જેમ
ગોદમાં આવી પડે છે
રાજવારસાને ઠોકરે મારતા પ્રેમીઓની.
*
નીરવ પટેલ
29-12-2018
Comments
Post a Comment