કાવ્ય : 20
*
મારકિટમાં જ્યા,
તો વેપારી ક્હે
આખા ટેમ્પાના હો આલુ,
પરવડ તો ખાલી કર,
નહિતર મારગ કર!
તો વેપારી ક્હે
આખા ટેમ્પાના હો આલુ,
પરવડ તો ખાલી કર,
નહિતર મારગ કર!
શનિયો તો ગાંડો થૈ જ્યો કરોધથી,
તે રોડ ઉપર બધાં આરિયાં ઠલવીને
નદીમાં ભૂસકો મારવા ભાગ્યો.
તે રોડ ઉપર બધાં આરિયાં ઠલવીને
નદીમાં ભૂસકો મારવા ભાગ્યો.
પૂંઠે દોડતાં દોડતાં શિકોતરમાના સોગંદ ઘાલ્યા,
વાડીએ રાહ જોતાં બચ્ચાંની ઈયાદ દેવડાવી,
કોતરની ઝૂંપડપટ્ટીમાંથી શીશો પીવડાવી
છાતી સરસો ચોંપ્યો,
ઠેઠ તાર એનો કાળ હેઠો બેઠો!
વાડીએ રાહ જોતાં બચ્ચાંની ઈયાદ દેવડાવી,
કોતરની ઝૂંપડપટ્ટીમાંથી શીશો પીવડાવી
છાતી સરસો ચોંપ્યો,
ઠેઠ તાર એનો કાળ હેઠો બેઠો!
નદીનું ભાઠુ ભાડે લૈ ટેક્ટરથી શેડાવો,
હારી કૂણી કાકડીનાં બી રોપો,
દવા છાંટો ...
હારી કૂણી કાકડીનાં બી રોપો,
દવા છાંટો ...
મહિનોમાહ થયે વેલાને ફૂલય બેહે ને મરવા જેવી નાંની નાંની કુમળી કળીઓય બેહે,
એટલ શનિયો રાતેય મલકાયા કરે
ને દહાડેય,
એક કાકડીયછૂંદાય નહીં
એટલે રોઝડાં ભગાડવા દિવસરાત
આ છેડેથી પેલા છેડે હડિયાપટ્ટી કર્યા કરે ...
એટલ શનિયો રાતેય મલકાયા કરે
ને દહાડેય,
એક કાકડીયછૂંદાય નહીં
એટલે રોઝડાં ભગાડવા દિવસરાત
આ છેડેથી પેલા છેડે હડિયાપટ્ટી કર્યા કરે ...
હાંજ પડ્યે કૂબે પહોંચ્યાં તો
ગાંમમાં તો ઢોલનગારાં વાગે.
શકરી ન શનિયો તો બચ્ચાંને ખભે તેડી
ધોડ્યાં ગાંમ ભણી.
ગાંમમાં તો ઢોલનગારાં વાગે.
શકરી ન શનિયો તો બચ્ચાંને ખભે તેડી
ધોડ્યાં ગાંમ ભણી.
ગાંમમાં તો ઘેર ઘેર 'ગરીબ રથ' ફરે,
કોકને હાલ્લો ન કોકને ઠેપાડું,
જેવું જેનું ભાયગ!
કોકને હાલ્લો ન કોકને ઠેપાડું,
જેવું જેનું ભાયગ!
શકરી ધોડ, હાહુ.
પ્હેરવાના કાંમેય આવશે
ન વખતે લેંબડે બાંધી ગળાફાંહો ખાવાય કાંમમ આવશે!
પ્હેરવાના કાંમેય આવશે
ન વખતે લેંબડે બાંધી ગળાફાંહો ખાવાય કાંમમ આવશે!
પણ શનિયા, હૌન નહીં આલતા આતો,
મતના કાગળિયામાં નાંમ હોય ઈમન જ આલ સ.
મતના કાગળિયામાં નાંમ હોય ઈમન જ આલ સ.
આ મારા હાળા તો કોઈ વાંને જીવવા દેવાના નથી!
આ ફેરા શકરી વિફરી :
એ તો કે' ગરીબ રથના પૈડે માથું વધેરી અબઘડી સધી થઈ જઉં!
એ તો કે' ગરીબ રથના પૈડે માથું વધેરી અબઘડી સધી થઈ જઉં!
શકરીને ખભે બેહાડી કૂબા ભણી ધોડતો શકરો આખા રસ્તે બબડવા માંડ્યો :
આવે તો ખરા આ ફેરા કૂબે,
ધારિયાથી વાઢી ના નાંખુ તો
મારું નાંમ શનિયો નૈ!
આવે તો ખરા આ ફેરા કૂબે,
ધારિયાથી વાઢી ના નાંખુ તો
મારું નાંમ શનિયો નૈ!
*
નીરવ પટેલ
7-1-2019
Comments
Post a Comment