કાવ્ય : 45
*
કમળા, કાન્તા ને ચંદ્રિકા,
ત્રણે ત્રણ પટેલ છોકરીઓ.
મારી એકથી સાત ધોરણની સહાધ્યાયિનીઓ.
ત્રણે ત્રણ પટેલ છોકરીઓ.
મારી એકથી સાત ધોરણની સહાધ્યાયિનીઓ.
દલિત મહોલ્લો એટલો દૂર
કે રિસેસમાં પાણી પીવા જઈએ
તો પણ ઘંટ વાગી જાય.
કાન્તા પટેલશેરીના એના ઘર બહાર મને ઈશારો કરીને ઊભો રાખે,
ને ચૂપચાપ લોટો પાણી લઈ આવે.
અમે સાથે સાથે ગામ વચાળે થઈને
રીસેસ પૂરી થાય તે પહેલાં
નિશાળે પહોંચી જતાં.
કે રિસેસમાં પાણી પીવા જઈએ
તો પણ ઘંટ વાગી જાય.
કાન્તા પટેલશેરીના એના ઘર બહાર મને ઈશારો કરીને ઊભો રાખે,
ને ચૂપચાપ લોટો પાણી લઈ આવે.
અમે સાથે સાથે ગામ વચાળે થઈને
રીસેસ પૂરી થાય તે પહેલાં
નિશાળે પહોંચી જતાં.
નવી નદીની રેતીથી વાસણ બહુ ઉજળાં થાય.
એના કાંઠે અમારું ઘર ને સાથરી.
કમળા, કાન્તા ને ચંદ્રિકા
સરખી સાહેલીઓ રવિવારે વાસણ માંજવા આવે.
માબાપુની સાથે ચર્મપત્રોને ખારો છાંટતાં મને જૂએ,
દૂરથી મલકાય, હાથ ઉંચા કરે.
બીજે દિવસે નિશાળે જાઉં તો
એ જ નિરાળો પ્રેમ વરસાવે.
ન સૂગ, ન આભડછેટ, ન મારા પ્રત્યે કશો હીનભાવ.
એના કાંઠે અમારું ઘર ને સાથરી.
કમળા, કાન્તા ને ચંદ્રિકા
સરખી સાહેલીઓ રવિવારે વાસણ માંજવા આવે.
માબાપુની સાથે ચર્મપત્રોને ખારો છાંટતાં મને જૂએ,
દૂરથી મલકાય, હાથ ઉંચા કરે.
બીજે દિવસે નિશાળે જાઉં તો
એ જ નિરાળો પ્રેમ વરસાવે.
ન સૂગ, ન આભડછેટ, ન મારા પ્રત્યે કશો હીનભાવ.
લેસન કરવા મારી નિબંધની નોટ ઘરે લઈ જાય,
બીજે દિવસે મારા અક્ષરો ને કલ્પનાના વખાણ કરે.
હું નોટ જોઉં તો એના એક પાને મને મળે
કાન્તા, કમળા ને ચંદ્રિકાના હસ્તાક્ષર.
બીજે દિવસે મારા અક્ષરો ને કલ્પનાના વખાણ કરે.
હું નોટ જોઉં તો એના એક પાને મને મળે
કાન્તા, કમળા ને ચંદ્રિકાના હસ્તાક્ષર.
બાળપણ અને શાળાજીવન કેટલાં મજાનાં હોય છે!
જાતપાત બધું જ જાણ્યા છતાં,
સૌ તમને ચાહે છે.
બશર્તે તમે વર્ગમાં પહેલા નંબરે પાસ થતા હોવા જોઈએ,
ને તમે શરમાળ અને વિનમ્ર હોવા જોઈએ.
જાતપાત બધું જ જાણ્યા છતાં,
સૌ તમને ચાહે છે.
બશર્તે તમે વર્ગમાં પહેલા નંબરે પાસ થતા હોવા જોઈએ,
ને તમે શરમાળ અને વિનમ્ર હોવા જોઈએ.
*
નીરવ પટેલ
30-1-2019
Comments
Post a Comment