કાવ્ય : 36
*
હિંદુ ધર્મ ખૂબ સહિષ્ણુ ધર્મ છે,
સવિશેષ તો ત્યારે જ્યારે કોઈની
'ઘર વાપસી' થાય છે.
સવિશેષ તો ત્યારે જ્યારે કોઈની
'ઘર વાપસી' થાય છે.
કાળી માતાની ભક્ત
13 વર્ષની બાળકી ભવાની
એની અમૂંઝણ સમી વર્તણૂંકને કારણે
હડધૂત થતી રહી
કુટુંબથી, સ્કૂલથી, સમાજથી.
ને ત્રાસીને એણે સ્કૂલ, ઘર બધું છોડી દીધું સદાને માટે.
13 વર્ષની બાળકી ભવાની
એની અમૂંઝણ સમી વર્તણૂંકને કારણે
હડધૂત થતી રહી
કુટુંબથી, સ્કૂલથી, સમાજથી.
ને ત્રાસીને એણે સ્કૂલ, ઘર બધું છોડી દીધું સદાને માટે.
એણે પનાહ લીધી
કિન્નર ગુરુ હાજી નૂરીના હિજડાઘરમાં,
ને અંતે ઈસ્લામમાં.
નવી ઓળખ શબનમ ધારણ કરી
મક્કા જઈ આવી
અને હાજી બની ગઈ.
કિન્નર ગુરુ હાજી નૂરીના હિજડાઘરમાં,
ને અંતે ઈસ્લામમાં.
નવી ઓળખ શબનમ ધારણ કરી
મક્કા જઈ આવી
અને હાજી બની ગઈ.
અલબત્ત, આજે એની 'ઘર વાપસી' થતાં
એ પુનઃ મહામંડલેશ્વર ભવાનીનાથ
ઊર્ફે હાજી ભવાનીનાથ બની
પોતાના કિન્નર અખાડા સાથે
કુંભ મેળામાં શાહી સ્નાનની હકદાર બની ગઈ છે!
એ પુનઃ મહામંડલેશ્વર ભવાનીનાથ
ઊર્ફે હાજી ભવાનીનાથ બની
પોતાના કિન્નર અખાડા સાથે
કુંભ મેળામાં શાહી સ્નાનની હકદાર બની ગઈ છે!
કોણ કહે છે કે હિંદુ ધર્મ સહિષ્ણુ નથી?
એ ધર્મભ્રષ્ટ થયેલાઓનેય
પાછા આવકારે છે
અને પોતાની જ્ઞાતિપંથપદવીબહુલ ગોદીમાં,
ખાડા-અખાડા-વાડામાં
યથાયોગ્ય સ્થાને ગોઠવી
સૌને રાજી કરી દે છે.
એ ધર્મભ્રષ્ટ થયેલાઓનેય
પાછા આવકારે છે
અને પોતાની જ્ઞાતિપંથપદવીબહુલ ગોદીમાં,
ખાડા-અખાડા-વાડામાં
યથાયોગ્ય સ્થાને ગોઠવી
સૌને રાજી કરી દે છે.
*
નીરવ પટેલ
23-1-2019
*
(આજના 'ટાઈમ્સ'ની ન્યૂઝસ્ટોરી વાંચીને સ્ફૂરેલ રચના)
Comments
Post a Comment