કાવ્ય : 22
*
ઘેટાંના ગોવાળ ઘેટાંના ગોવાળ,
મારા બાપુને આટલું કહેજો :
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ સરોવરિયા પાળ,
પોપટ કિલ્લોલ કરે.
મારા બાપુને આટલું કહેજો :
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ સરોવરિયા પાળ,
પોપટ કિલ્લોલ કરે.
ગામડેથી કોઈ આવે છે
ને રુસણે ચઢેલા જ્યોતિરના સમાચાર મળતા રહે છે :
ફેક્ટરીમાંથી થાક્યોપાક્યો આવીને એ
એના બેમાળી ઈંટેરી અંધારિયા ઘોલકામાં ઘૂસી જાય છે,
કેરોસીનનો દીવો પેટાવે છે,
ચૂલે ડુંગળીબટાકાનું શાક ચઢવે છે,
પછી બાજરીના પાંચછ રોટલા કલાડામાં શેકી કાઢે છે,
ખાઈને પલંગમાં પોઢી જાય છે,
રાતભર સાપછછૂંદરની હડિયાપટ્ટી ચાલતી રહે છે ઘરમાં,
એ બધાથી બેખબર બેતમા એ વહેલી સવારે ઊઠી જાય છે,
ટિફિન તૈયાર કરી ફરી નીકળી પડે છે
ફેક્ટરી ભણી.
ને રુસણે ચઢેલા જ્યોતિરના સમાચાર મળતા રહે છે :
ફેક્ટરીમાંથી થાક્યોપાક્યો આવીને એ
એના બેમાળી ઈંટેરી અંધારિયા ઘોલકામાં ઘૂસી જાય છે,
કેરોસીનનો દીવો પેટાવે છે,
ચૂલે ડુંગળીબટાકાનું શાક ચઢવે છે,
પછી બાજરીના પાંચછ રોટલા કલાડામાં શેકી કાઢે છે,
ખાઈને પલંગમાં પોઢી જાય છે,
રાતભર સાપછછૂંદરની હડિયાપટ્ટી ચાલતી રહે છે ઘરમાં,
એ બધાથી બેખબર બેતમા એ વહેલી સવારે ઊઠી જાય છે,
ટિફિન તૈયાર કરી ફરી નીકળી પડે છે
ફેક્ટરી ભણી.
બાપુએ વિજળી નંખાવી દીધી છે,
ક્રોમ્પ્ટનનો પંખો ફીટ કરાવી દીધો છે,
સોનીનું કલર ટીવી લાવી દીધું છે.
પણ જ્યોતિરે એ બધાંનો બહિષ્કાર કરી દીધો છે!
ક્રોમ્પ્ટનનો પંખો ફીટ કરાવી દીધો છે,
સોનીનું કલર ટીવી લાવી દીધું છે.
પણ જ્યોતિરે એ બધાંનો બહિષ્કાર કરી દીધો છે!
હવે તો એનું ખુદનું બેત્રણ લાખનું બેંક બેલન્સ થઈ ગયું છે,
બાપુએ પણ 7/12માં એને હિસ્સેદાર બનાવી દીધો છે,
જમીનદાર બનાવી દીધો છે,
હવે એ કરોડપતિ બની ગયો છે!
બાપુએ પણ 7/12માં એને હિસ્સેદાર બનાવી દીધો છે,
જમીનદાર બનાવી દીધો છે,
હવે એ કરોડપતિ બની ગયો છે!
પણ એણે એની પસંદની મુફલિસીમાં સ્વમાનભેર, સ્વનિર્ભર
રહી
કોઈનાય સંપર્કસહારા વગર જીવવું સ્વીકારી લીધું છે!
કોઈનાય સંપર્કસહારા વગર જીવવું સ્વીકારી લીધું છે!
લોકો ભલે એલફેલ બોલે,
ઓછી બુદ્ધિનો નથી એ,
બહુ ડાહ્યો દીકરો છે બાપુનો.
ઓછી બુદ્ધિનો નથી એ,
બહુ ડાહ્યો દીકરો છે બાપુનો.
એણે કદી કશી રાવફરિયાદ કરી નથી,
નથી કદી બાપુને એક કડવું વેણ કહ્યું.
જીંદગીની રોજિંદી પળોજણમાં
એ હજી મારી ખબર કાઢવાય આવી શક્યો નથી!
નથી કદી બાપુને એક કડવું વેણ કહ્યું.
જીંદગીની રોજિંદી પળોજણમાં
એ હજી મારી ખબર કાઢવાય આવી શક્યો નથી!
બાપુનું હૈયું દદડતું રહે છે,
એક મેળાપ થાય તો
એની માફી માગવી છે,
એને છેલ્લા જુહાર કહેવા છે.
એક મેળાપ થાય તો
એની માફી માગવી છે,
એને છેલ્લા જુહાર કહેવા છે.
પણ ગામ ભણીથી આવતી હવામાં એના રુસણાના સમાચાર પડઘાતા રહે છે
:
'પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાને ડાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ સરોવરિયા પાળ,
મારા બાપુને કહેજો,
પોપટ કિલ્લોલ કરે...'
પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાને ડાળ,
પોપટ કાચી કેરી ખાય,
પોપટ પાકી કેરી ખાય,
પોપટ સરોવરિયા પાળ,
મારા બાપુને કહેજો,
પોપટ કિલ્લોલ કરે...'
*
નીરવ પટેલ
8-1-2019
Comments
Post a Comment