કાવ્ય : 61
*
વેલન્ટાઈન ક્યાં મળે?
બાગમાં, રીવરફ્રન્ટ પર, મલ્ટિપ્લેક્સમાં, કોલેજ કેમ્પસમાં ?
બાગમાં, રીવરફ્રન્ટ પર, મલ્ટિપ્લેક્સમાં, કોલેજ કેમ્પસમાં ?
કદાચ 'ક્વિયરાબાદ'માં મળે,
કોઈને પણ બેપનાહ મહોબ્બત કરીને
ખાનાખરાબ થનાર વેલન્ટાઈનનું
એ જ લાસ્ટ રિસોર્ટ છે.
કોઈને પણ બેપનાહ મહોબ્બત કરીને
ખાનાખરાબ થનાર વેલન્ટાઈનનું
એ જ લાસ્ટ રિસોર્ટ છે.
વર્ષો પહેલાં મેં એને
કાંકરિયા તળાવમાં તરતી 'ક્વોલિટી' હોટેલના ટેબલ પર જોઈ હતી.
એનો કામદેવ કોઈ કામિની સાથે કેલિ કરી રહ્યો છે એ સમાચાર જાણી
એ હૈયાફાટ રડતી હતી.
કાંકરિયા તળાવમાં તરતી 'ક્વોલિટી' હોટેલના ટેબલ પર જોઈ હતી.
એનો કામદેવ કોઈ કામિની સાથે કેલિ કરી રહ્યો છે એ સમાચાર જાણી
એ હૈયાફાટ રડતી હતી.
વેલન્ટાઈન હવે વાયોલન્ટ થઈ રહી હતી,
તે પોતાના કપડાંના લીરે લીરા ઉડાવતી હતી,
એ એના પ્રેમીનું ટેટુ ટેબલ પરના છરીકાંટાથી ખોદી કાઢવા માગતી હતી,
એને કોઈનો દિલાસો શાંત કરે તેમ ન હતો,
વેલન્ટાઈન હવે અર્ધનગ્ન હિપ્પણ જેવી વિચિત્ર વિરહિણી લાગતી હતી.
તે પોતાના કપડાંના લીરે લીરા ઉડાવતી હતી,
એ એના પ્રેમીનું ટેટુ ટેબલ પરના છરીકાંટાથી ખોદી કાઢવા માગતી હતી,
એને કોઈનો દિલાસો શાંત કરે તેમ ન હતો,
વેલન્ટાઈન હવે અર્ધનગ્ન હિપ્પણ જેવી વિચિત્ર વિરહિણી લાગતી હતી.
બસ વેલન્ટાઈન તે સંધ્યાકાળથી આ શહેરમાં ખોવાઈ ગઈ છે.
વેલન્ટાઈન ક્યાં મળે?
બાગમાં, રિવરફ્રન્ટ પર, કોલેજ કેમ્પસમાં?
કદાચ 'ક્વિયરાબાદ'માં મળે.
બાગમાં, રિવરફ્રન્ટ પર, કોલેજ કેમ્પસમાં?
કદાચ 'ક્વિયરાબાદ'માં મળે.
હર બહિષ્કૃત, હર ઉપેક્ષિત,
હર અપમાનિત, હર કલંકિત,
હર વિયોગી 'વિચિત્ર' માટે
એ જ અંતિમ આશ્રયસ્થાન છે.
હર અપમાનિત, હર કલંકિત,
હર વિયોગી 'વિચિત્ર' માટે
એ જ અંતિમ આશ્રયસ્થાન છે.
*
નીરવ પટેલ
14-2-2019
Comments
Post a Comment