કાવ્ય : 2
ઈન્ડિયન ટ્રાફિક
*
ધૂળના ગોટા ઉડાડતી
મૂછના આંકડા ચઢાવતી
રૂમલાયેલા આખલાની જેમ
જે તે-ને શિંગડે ચઢાવતી
એ મારફાડ ધસી આવી!
મૂછના આંકડા ચઢાવતી
રૂમલાયેલા આખલાની જેમ
જે તે-ને શિંગડે ચઢાવતી
એ મારફાડ ધસી આવી!
એના વિન્ડસ્ક્રીન પર
પોલિસવેનને હોય તેવા રાતાભૂરા રંગોમાં
ઢાલ-તલવાર-ભાલાનું સ્ટિકર જોઈ
બાપડી GJ-0-SC-234 (દૂરી-તિરી-ચોગ્ગી) સ્કૂટી તો ધ્રુજી ગઈ!
રોડ ઉપરથી સાવ નીચે ઉતરી ગઈ :
સલામત અંતરે રહેવું સારું!
પોલિસવેનને હોય તેવા રાતાભૂરા રંગોમાં
ઢાલ-તલવાર-ભાલાનું સ્ટિકર જોઈ
બાપડી GJ-0-SC-234 (દૂરી-તિરી-ચોગ્ગી) સ્કૂટી તો ધ્રુજી ગઈ!
રોડ ઉપરથી સાવ નીચે ઉતરી ગઈ :
સલામત અંતરે રહેવું સારું!
જેવું ફાટક ખૂલ્યું કે
ટ્રાફિકવાળાને કચરી કાઢવા માગતી હોય
તેમ એણે ત્રાડ પાડી :
જો તો નથી કોણ આવે છે,
તારો બાપ આવે છે બાપ: AK-47.
ટ્રાફિકવાળાને કચરી કાઢવા માગતી હોય
તેમ એણે ત્રાડ પાડી :
જો તો નથી કોણ આવે છે,
તારો બાપ આવે છે બાપ: AK-47.
આઘ્ઘો ખસ છક્કા.
RJ-0-BC-0006 એના
સરકારી રૂઆબની ઓળખ સમાન
રાતાભૂરા સ્ટિકરવાળી બાઈક છતાં
સાઈડમાં ઉતરી ગઈ!
RJ-0-BC-0006 એના
સરકારી રૂઆબની ઓળખ સમાન
રાતાભૂરા સ્ટિકરવાળી બાઈક છતાં
સાઈડમાં ઉતરી ગઈ!
આગળ પૂરપાટ જતી બોલેરોને ઓવરટેક કરવામાં નિષ્ફળ ગયેલ AK-47 ધૂંઆપુઆ થઈ ગઈ,
ને છેવટે આગળ થઈ એક ઝટકે એની સામે ઊભી રહી ગઈ!
ને છેવટે આગળ થઈ એક ઝટકે એની સામે ઊભી રહી ગઈ!
બોડી પર હોકી ફટકારે તે પહેલાં એની નજર પડી નંબરપ્લેટ
વિનાના આ બેફિકરા બાદશાહ પર.
બોલ, તારો
નંબર બોલ?
'GJ-0-MC-786'.
'GJ-0-MC-786'.
AK-47તો
મિયાંની મિંદડી થઈ
બે પગ વચ્ચે પિસ્ટન દબાવી,
કાંઈ ભાગી છે, કાંઈ ભાગી છે ...
બે પગ વચ્ચે પિસ્ટન દબાવી,
કાંઈ ભાગી છે, કાંઈ ભાગી છે ...
*
નીરવ પટેલ
20-12-2018
20-12-2018
Comments
Post a Comment