કાવ્ય : 52
*
રિંગમાસ્ટરને આપણે જ તો નિમ્યો હતો
સરકસને સુપેરે ચલાવવા,
સરકસનો ભરપૂર આનંદ માણવા.
આપણે સરકસના ભારે રસિયા છીએ.
સરકસને સુપેરે ચલાવવા,
સરકસનો ભરપૂર આનંદ માણવા.
આપણે સરકસના ભારે રસિયા છીએ.
આપણે જાણતા હતા
એકબીજાનાં જાની દુશ્મનનેય એ
એક કોરડે પાંસરા કરી દે છે.
હાથી, ઘોડા, વાઘ, સિંહ
સૌને તે ફટકારતો ને ધાર્યું કરાવતો.
શો જોતા આપણે સૌ તાળીઓ પાડતા,
રિંગમાસ્ટરના કમાલના ભારોભાર વખાણ કરતાં.
એકબીજાનાં જાની દુશ્મનનેય એ
એક કોરડે પાંસરા કરી દે છે.
હાથી, ઘોડા, વાઘ, સિંહ
સૌને તે ફટકારતો ને ધાર્યું કરાવતો.
શો જોતા આપણે સૌ તાળીઓ પાડતા,
રિંગમાસ્ટરના કમાલના ભારોભાર વખાણ કરતાં.
દેશને વિદેશ જેવો ભપકાદાર બનાવવા
આપણને લાગ્યું :
આને રાજા નિમીએ તો કોઈ ચૂં ચાં ના કરે,
તેજીથી સૌ કામ કરે,
તેજીથી સૌનો વિકાસ થાય,
સૌ અનુશાસનમાં રહે,
બંધારણીય હક્કો ભોગવે
ને ફરજો અદા કરે.
આપણને લાગ્યું :
આને રાજા નિમીએ તો કોઈ ચૂં ચાં ના કરે,
તેજીથી સૌ કામ કરે,
તેજીથી સૌનો વિકાસ થાય,
સૌ અનુશાસનમાં રહે,
બંધારણીય હક્કો ભોગવે
ને ફરજો અદા કરે.
લોકમતે રિંગમાસ્ટર તો રાજા થઈ ગયો!
બેપાંચ વર્ષમાં એ તો સિંહાસનનો આદિ થઈ ગયો,
એને ચિંતા થવા લાગી
લોકમત ફરે ને સિંહાસન જાય તો?
એને ચિંતા થવા લાગી
લોકમત ફરે ને સિંહાસન જાય તો?
એણે એનાં રિંગમાસ્ટરી કરતબ અજમાવવાં શરુ કર્યાં :
પ્રજા પ્રજા જ ના રહે, લોક લોક જ ના રહે તો કેવું?
તો તો આપણું સિંહાસન યાવચ્ચંદ્રદિવાકરૌ.
પ્રજા પ્રજા જ ના રહે, લોક લોક જ ના રહે તો કેવું?
તો તો આપણું સિંહાસન યાવચ્ચંદ્રદિવાકરૌ.
એણે
જ્ઞાતિઓને જ્ઞાતિઓ સામે,
કોમોને કોમો સામે,
ધર્મોને ધર્મો સામે,
જ્ઞાતિઓને જ્ઞાતિઓ સામે,
કોમોને કોમો સામે,
ધર્મોને ધર્મો સામે,
ખેડૂતને ઉદ્યોગપતિ સામે,
મજૂરને માલિક સામે,
મતદાતાને મતદાતા સામે,
મજૂરને માલિક સામે,
મતદાતાને મતદાતા સામે,
પ્રજાને મિલિટરી સામે,
પોલિસને સીબીઆઈ સામે,
સેન્ટરને સ્ટેટ સામે,
ન્યાયાલયને નાગરિક સામે,
ઊભા કરી દીધા.
પોલિસને સીબીઆઈ સામે,
સેન્ટરને સ્ટેટ સામે,
ન્યાયાલયને નાગરિક સામે,
ઊભા કરી દીધા.
રિંગમાસ્ટર હવે બરાબરની મજા લઈ રહ્યો છે આ અભૂતપૂર્વ અંધાધૂંધીની
ને આંતરિક કટોકટીની.
એને નિરાંત છે,
એ તો વાંસળી વગાડવામાં મસ્ત છે,
બસ આપસ આપસમાં લડો ને મરો,
હું તો મારે સિંહાસને સલામત છું.
ને આંતરિક કટોકટીની.
એને નિરાંત છે,
એ તો વાંસળી વગાડવામાં મસ્ત છે,
બસ આપસ આપસમાં લડો ને મરો,
હું તો મારે સિંહાસને સલામત છું.
*
નીરવ પટેલ
5-2-2019
Comments
Post a Comment