કાવ્ય : 48
*
પાડોશીઓએ કહ્યું
ત્યારે ખબર પડી અમારા આંબે
મ્હોર આવી ગયો છે,
બલ્કે અઠવાડિયાથી આવી ગયો છે.
ત્યારે ખબર પડી અમારા આંબે
મ્હોર આવી ગયો છે,
બલ્કે અઠવાડિયાથી આવી ગયો છે.
વાદળી ફૂલો બેસતાં એ બકમ લીમડી
ઉધઈએ નર્યું ઠૂંઠું કરી મૂક્યું છે
એય છેક આજે જાણ્યું.
ઉધઈએ નર્યું ઠૂંઠું કરી મૂક્યું છે
એય છેક આજે જાણ્યું.
વાંસની ડાળે મસમોટો મધપૂડો બેઠેલો
તે મધમાખીઓ વગર હવે મરી ગયેલી વાગોળ જેવો લટકી રહ્યો છે.
તે મધમાખીઓ વગર હવે મરી ગયેલી વાગોળ જેવો લટકી રહ્યો છે.
લીંબુડીની ડાળે દેવલી તણખલાં ગોઠવતી હતી,
પણ ક્યારે ઈંડા સેવ્યાં, બચ્ચાં થયાં, ઊડી ગયાં?
ખાલી માળો જોયો છેક ત્યારે ખબર પડી.
પણ ક્યારે ઈંડા સેવ્યાં, બચ્ચાં થયાં, ઊડી ગયાં?
ખાલી માળો જોયો છેક ત્યારે ખબર પડી.
જીવનની પળોજણમાં આજુબાજુનું જીવન જોવા-જાણવા-માણવાનું સદંતર જ રહી જાય છે.
મને પ્રુથ્વી મળી પ્રક્રુતિનાં જીવવૈવિધ્યને
નિરખીને આનંદ મેળવવા,
એકબીજાના સહકારથી જીવતરને રૂડું બનાવવા.
નિરખીને આનંદ મેળવવા,
એકબીજાના સહકારથી જીવતરને રૂડું બનાવવા.
અફસોસ, મને મારા આ જીવનની પળોજણમાંથી કોણ મુક્ત કરે!
મને મારી આજુબાજુ જોવાની
લગીરેક ફૂરસદ કોણ આપે!
મને મારી આજુબાજુ જોવાની
લગીરેક ફૂરસદ કોણ આપે!
તો તો મને મારા સિવાયના જગતનાં
સુખ સાથે દુઃખ પણ જોવા મળે કદાચ!
તો તો એમાંથી ઉગરવાનો સહિયારો
રસ્તોય મળે કદાચ!
સુખ સાથે દુઃખ પણ જોવા મળે કદાચ!
તો તો એમાંથી ઉગરવાનો સહિયારો
રસ્તોય મળે કદાચ!
પણ જીવનની આ પળોજણ
જળોની જેમ ચોંટી છે ને લોહી પીવે છે.
જળોની જેમ ચોંટી છે ને લોહી પીવે છે.
*
નીરવ પટેલ
1-2-2019
Comments
Post a Comment