કાવ્ય : 3
કોન્ટ્રેકટ કિલર
*
તારી ગણતરી ખોટી છે.
મા પાસે હાલરડાં સાંભળ્યાં,
બાપુ સાથે ચકાચકીની વાર્તા સાંભળી,
ધૂળમાં રમતાં રમતાં એકડો ઘૂંટ્યો,
મને ન ચાહતી એક ઉજળીયાત કોલેજિયન છોકરીના
પ્રેમમાં પડ્યો,
સંસાર જોડ્યો, સંતાનો થયાં,
નોકરીએ જોતરાયો, નિવૃત્ત થયો,
૫-૧૫ દલિત કવિતાઓ લખી ...
ત્યાં તો મૂઆ કાળમુખા,
તું ડાબે પગે ડંખ મારી કહેવા લાગ્યો :
ચાલ, વખત પૂરો થયો!
મા પાસે હાલરડાં સાંભળ્યાં,
બાપુ સાથે ચકાચકીની વાર્તા સાંભળી,
ધૂળમાં રમતાં રમતાં એકડો ઘૂંટ્યો,
મને ન ચાહતી એક ઉજળીયાત કોલેજિયન છોકરીના
પ્રેમમાં પડ્યો,
સંસાર જોડ્યો, સંતાનો થયાં,
નોકરીએ જોતરાયો, નિવૃત્ત થયો,
૫-૧૫ દલિત કવિતાઓ લખી ...
ત્યાં તો મૂઆ કાળમુખા,
તું ડાબે પગે ડંખ મારી કહેવા લાગ્યો :
ચાલ, વખત પૂરો થયો!
નક્કી તારી ગણતરીમાં કાંઈક ગરબડ છે,
મને તો સો શરદના આશીર્વાદ મળ્યા હતા,
આટલામાં મારો ભાવ પૂરો થાય કઈ રીતે?
ભવની ભવાઈ પૂરી થયા પહેલાં પડદો પડે કઈ રીતે?
મારું તો હજી બધુંય બાકી છે,
ઈર્ષ્યાખોર, ખૂંચી ખૂંચીને હું તને શું ખૂંચું છું?
એક પિપૂડી જ તો વગાડું છું :
મારા સમાજ કે ઈતર સમાજોને સંભળાય
એ પહેલાં તને ક્યાંથી સંભળાઈ ગઈ?
મારી ફૂંક છીનવીને તું શું કરીશ?
મારી પિપૂડીથીય પાવરફુલ
દલિત કવિતાની કૂખે કુસુમ-શીતલ જેવી
સેંકડો નવી દુંદુભિઓ જન્મી ચૂકી છે!
મને તો સો શરદના આશીર્વાદ મળ્યા હતા,
આટલામાં મારો ભાવ પૂરો થાય કઈ રીતે?
ભવની ભવાઈ પૂરી થયા પહેલાં પડદો પડે કઈ રીતે?
મારું તો હજી બધુંય બાકી છે,
ઈર્ષ્યાખોર, ખૂંચી ખૂંચીને હું તને શું ખૂંચું છું?
એક પિપૂડી જ તો વગાડું છું :
મારા સમાજ કે ઈતર સમાજોને સંભળાય
એ પહેલાં તને ક્યાંથી સંભળાઈ ગઈ?
મારી ફૂંક છીનવીને તું શું કરીશ?
મારી પિપૂડીથીય પાવરફુલ
દલિત કવિતાની કૂખે કુસુમ-શીતલ જેવી
સેંકડો નવી દુંદુભિઓ જન્મી ચૂકી છે!
તું મારો કોન્ટ્રેકટ કિલર તો નથી ને?
મેં હમણાં જ લીન્ચિંગથી છળી મરીને
મારા કેન્સરગ્રસ્ત ફેફસાંનીય પરવા કર્યા વિના
પૂરજોરથી પિપૂડી વગાડી હતી!
મેં હમણાં જ લીન્ચિંગથી છળી મરીને
મારા કેન્સરગ્રસ્ત ફેફસાંનીય પરવા કર્યા વિના
પૂરજોરથી પિપૂડી વગાડી હતી!
*
નીરવ પટેલ
૨૧-૧૨-૨૦૧૮
નીરવ પટેલ
૨૧-૧૨-૨૦૧૮
(નોંધ
: મેં અહીં શિર્ષક બદલ્યું છે, અગાઉ
એ 'કાળમૂખો' હતું.)
Comments
Post a Comment