કાવ્ય : 39
*
અમે તો ભાદરવે નેજો ચઢાવીએ રાંમદેપીરને,
પણ આ શૌકાર લોક
આ પોષ મહિને ચિઈ માતાને નેજો ચઢાવતા હશે?
ઈમનું જોઈન અમારાં છોકરાંય મેલ્લામાં
નેજા રોપ છ.
પણ આ શૌકાર લોક
આ પોષ મહિને ચિઈ માતાને નેજો ચઢાવતા હશે?
ઈમનું જોઈન અમારાં છોકરાંય મેલ્લામાં
નેજા રોપ છ.
ભૈશાબ કોઈ કહો તો ખરા,
શું છ તે બધા આજ ધોળા બાસ્તા જેવાં લૂગડાં પહેરી,
લાલલીલા ઝંડા લઈને હડિયાપટ્ટી કર છ?
શું છ તે બધા આજ ધોળા બાસ્તા જેવાં લૂગડાં પહેરી,
લાલલીલા ઝંડા લઈને હડિયાપટ્ટી કર છ?
અન આ વંદેમાતમ વંદેમાતમની શી કાગારોળ મચાવી છ?
પરજાસટાક પરજાસટાકની આ શેની બૂમો પાડ છ આ ઉજળાં લૂગડાંમાંય નાગડા દેખાતા ચૌદશિયા?
પરજાસટાક પરજાસટાકની આ શેની બૂમો પાડ છ આ ઉજળાં લૂગડાંમાંય નાગડા દેખાતા ચૌદશિયા?
ન મારે માથે મુકરદમ શીદને આજ આટલી જલ્લાદ જેવી જાસ્તી કર છ
:
જાજરૂ મેયરના બંગલા જેવાં ચોખ્ખાં ને મઘમઘાટ થઈ જવાં જોઈએ,
રોડ પર એક કસ્તર કે કાંકરો ના જોઈએ,
'સછતા અભિયાંન'માં આપણો વોડ અવ્વલ આવવો જોઈએ.
જાજરૂ મેયરના બંગલા જેવાં ચોખ્ખાં ને મઘમઘાટ થઈ જવાં જોઈએ,
રોડ પર એક કસ્તર કે કાંકરો ના જોઈએ,
'સછતા અભિયાંન'માં આપણો વોડ અવ્વલ આવવો જોઈએ.
ભૈશાબ, કોઈ
કહો તો ખરા,
આજ છ શું કે
મારે ભાગે આજ રોજ કરતાંય
વધારે વેઠવૈતરાં કરવાનાં આવ્યાં છ?
આજ છ શું કે
મારે ભાગે આજ રોજ કરતાંય
વધારે વેઠવૈતરાં કરવાનાં આવ્યાં છ?
પરજાસટાક.. પરજાસટાક...
તે અમારી ગણતરી નાંની અમથી પરજામાંય થાય કે નહીં?
અમારે રોજના તો વરઝોળા,
પણ આ પરજાસટાકમાતાના દહાડેય
અમારે બસ કેડ તોડી નાંખે એવાં
કાંમ કાંમ ને કાંમ?
અમારે રોજના તો વરઝોળા,
પણ આ પરજાસટાકમાતાના દહાડેય
અમારે બસ કેડ તોડી નાંખે એવાં
કાંમ કાંમ ને કાંમ?
કોઈ કહો તો ખરા,
અમારી ગુલામી ને ગદ્ધાવૈતરાં
કે દાડે પૂરાં થશે
તે અમેય ધોળાં લૂગડાં પહેરી
નેજા લઈને નાચીએ કૂદીએ,
વંદેમાતમ વંદેમાતમની બૂમો પાડીએ,
પરજાસટાક પરજાસટકના
ભેંકડા તાંણીએ?
અમારી ગુલામી ને ગદ્ધાવૈતરાં
કે દાડે પૂરાં થશે
તે અમેય ધોળાં લૂગડાં પહેરી
નેજા લઈને નાચીએ કૂદીએ,
વંદેમાતમ વંદેમાતમની બૂમો પાડીએ,
પરજાસટાક પરજાસટકના
ભેંકડા તાંણીએ?
*
નીરવ પટેલ
26-1-2019
Comments
Post a Comment