કાવ્ય : 62
*
મને પ્રેમ કરવા બદલ તારો આભાર,
પ્રિય સરસ્વતી.
પ્રિય સરસ્વતી.
મેં કઠોર તપ કરી તને પ્રાપ્ત કરી હતી તારા બ્રહ્મર્ષિ પિતા પાસેથી.
સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી,
અને હવે તું વદાડ પૂરો થતાં
વિદાય માંગે છે.
સાહીઠ રાત્રિઓમાં તારી કૂખે સાહીઠ કવિતાઓ જન્મી,
અને હવે તું વદાડ પૂરો થતાં
વિદાય માંગે છે.
સ્વર્ગનાં સુખ છોડી
તું એક દલિત કવિની કમ્પેનિયન બની,
તેં તારાં શ્વેત વસ્ત્રો ફગાવી દીધાં,
તેં સ્મશાની રાખે રજોટાયેલ સાડી ઓઢી લીધી,
તું અસ્પ્રુશ્યા બની ગઈ,
થેરવાડામાં રહેવા આવી,
વાળુ માગવા તેં તારી મધુર વીણાને વેગળી કરી,
થેરી...થેરી... કહી સવર્ણો તારું અપમાન કરતા,
અરે, વહેલી સવારે એમનું પાયખાનું પખાળતાં એમની વાસનાથી તું માંડ માંડ બચી...

પ્રિય સરસ્વતી, અલવિદા.
મને પ્રેમ કરવા બદલ તારો આભાર.
હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે.
મને પ્રેમ કરવા બદલ તારો આભાર.
હું તો ઈચ્છું કે તું આજીવન મારી સાથી-સંગી બની રહે.
પણ તેં મને સાહીઠ બચ્ચાંઓની સોગાત આપી છે,
તે સાહીઠ સરસ્વતીના અવતાર છે.
એ સાઈઠ કવિતાઓ
જે આપણાં લવ-ચિલ્ડ્રન છે
તે કાલે તેમની રુદ્રવીણાઓ વગાડશે
ને સ્વર્ગ-પ્રુથ્વીની સરહદો છિન્નભિન્ન કરી કાઢશે,
પ્રુથ્વી પરની બધી કુરુપતાઓને ભગાડી મૂકશે,
તેઓ સાહીઠ રાત્રિઓના વદાડ પર નહીં
પણ દલિત કવિઓની સાથે આજીવન સંસાર માંડશે પ્રુથ્વી પર.

સરસ્વતી, સાહીઠ રાત્રિઓ મારી સાથે સહશયન કરવા બદલ તારો આભાર.
અને તારા જેવી સાહીઠ કવિતાઓની સોગાદ આપવા બદલ તારો
પુનઃ પુનઃ આભાર.
અને તારા જેવી સાહીઠ કવિતાઓની સોગાદ આપવા બદલ તારો
પુનઃ પુનઃ આભાર.
*
નીરવ પટેલ
15-2-2019
Comments
Post a Comment