કાવ્ય : 42
*
નિલેશ રોજ વોટ્સએપમાં ફૂલો મોકલાવે છે.
પિયુષે તો ગુલાબનો એક આખો છોડ જ ગિફટ આપ્યો છે.
પિયુષે તો ગુલાબનો એક આખો છોડ જ ગિફટ આપ્યો છે.
ત્યારે જ એને બે ગુલાબ તો ખિલ્યાં હતાં
અને બીજી ચાર કળીઓ લાગેલી હતી.
આજે તો ચારેય કળીઓ ખિલી ચૂકી છે,
એક છોડ પર છ છ ફૂલો!
જોઈને દિલ બાગ બાગ થઈ જાય છે.
અને બીજી ચાર કળીઓ લાગેલી હતી.
આજે તો ચારેય કળીઓ ખિલી ચૂકી છે,
એક છોડ પર છ છ ફૂલો!
જોઈને દિલ બાગ બાગ થઈ જાય છે.
હાથમાં દંડૂકો ને શિંગડી લઈ
બાપુ પણ આકડાનું દૂધ એકઠું કરવા વહેલી સવારે નીકળી પડતા,
સાથે આકડાનાં ફૂલો પણ લાવતા.
અમે નાનકાં એ ફૂલોને જોઈ રાજી થતાં,
હાર બનાવી હનમાનને ચઢાવતા.
બાપુ પણ આકડાનું દૂધ એકઠું કરવા વહેલી સવારે નીકળી પડતા,
સાથે આકડાનાં ફૂલો પણ લાવતા.
અમે નાનકાં એ ફૂલોને જોઈ રાજી થતાં,
હાર બનાવી હનમાનને ચઢાવતા.
હર કોઈના જીવનને ઉલ્લાસથી ભરી દે છે ફૂલો.
હર કોઈના જીવનને ઉમંગથી ભરી દે છે ફૂલો.
ફૂલો તો છોડનું શ્રેષ્ઠત્વ છે.
ફૂલો પ્રક્રુતિનું ઉત્તમ નજરાણું છે.
ફૂલો પોતાનું શ્રેષ્ઠત્વ ન્યોછાવર કરી દે છે જગતને.
હર કોઈના જીવનને ઉમંગથી ભરી દે છે ફૂલો.
ફૂલો તો છોડનું શ્રેષ્ઠત્વ છે.
ફૂલો પ્રક્રુતિનું ઉત્તમ નજરાણું છે.
ફૂલો પોતાનું શ્રેષ્ઠત્વ ન્યોછાવર કરી દે છે જગતને.
આપણે નઠારાઓ
ફૂલોથીય રંગભેદ-વર્ણભેદ રાખીએ છીએ,
કોઈને વહાલ તો કોઈને નફરત કરીએ છીએ :
કોઈને પવિત્ર પારિજાતક કહી માથે ચઢાવીએ છીએ,
તો કોઈને પગેથી છૂંદી દઈ
પદદલિત પુષ્પો બનાવી
બહિષ્કૃત કરી દઈએ છીએ.
ફૂલોથીય રંગભેદ-વર્ણભેદ રાખીએ છીએ,
કોઈને વહાલ તો કોઈને નફરત કરીએ છીએ :
કોઈને પવિત્ર પારિજાતક કહી માથે ચઢાવીએ છીએ,
તો કોઈને પગેથી છૂંદી દઈ
પદદલિત પુષ્પો બનાવી
બહિષ્કૃત કરી દઈએ છીએ.
*
નીરવ પટેલ
28-1-2019
Comments
Post a Comment