કાવ્ય : 26
*
ના પતંગનો જોગ હોય,
ના દોરીનો મોખ હોય,
ત્યારે ઉતરાણ કેમ કરીને કરવી?
ના દોરીનો મોખ હોય,
ત્યારે ઉતરાણ કેમ કરીને કરવી?
ગામડે પવન હેઠો બેઠે,
પછી ખેતરોમાં કપાઈ ગયેલા પતંગો શોધવા નીકળી પડીએ.
ઠાકરડાના છોકરાઓ દમદાટીથી આખા પતંગ તો આંચકી લે,
અમારે ભાગે ફસકાઈ ગયેલા પતંગો આવે.
પછી ખેતરોમાં કપાઈ ગયેલા પતંગો શોધવા નીકળી પડીએ.
ઠાકરડાના છોકરાઓ દમદાટીથી આખા પતંગ તો આંચકી લે,
અમારે ભાગે ફસકાઈ ગયેલા પતંગો આવે.
અમે ઘેર આવીને રામૈયો કોસ વેતરતા હોય એમ,
એમને નાનામોટા વર્તુળમાં વેતરીએ.
કોઈ કહે મારી પાસે કોડી ગુલ્લા છે,
કોઈ કહે મારી પાસે બે કોડી ગુલ્લા છે.
રાતા, પીળા, લીલા, વાદળી.
લાડવેદાર, ચાંદેદાર, લક્ષ્મીછાપ.
એમને નાનામોટા વર્તુળમાં વેતરીએ.
કોઈ કહે મારી પાસે કોડી ગુલ્લા છે,
કોઈ કહે મારી પાસે બે કોડી ગુલ્લા છે.
રાતા, પીળા, લીલા, વાદળી.
લાડવેદાર, ચાંદેદાર, લક્ષ્મીછાપ.
નવી નદીના રેતાળ કાંઠે આવી
ગુલ્લાના માપનો ઢેખાળો વિંટીને
જેટલું જોર હોય એટલું જોર કરીને
આકાશમાં ફેંકીએ.
ઢેખાળો નીચો આવે,
પણ લાલ-ભૂરા-છીંકણી ગુલ્લાઓ તો
આકાશી પવનમાં આવી જાય
તે બસ ઉડ્યા જ કરે, ઉડ્યા જ કરે.
એમની પાછળ પાછળ પડતાઆખડતા દોડીએ,
પણ એ તો હેઠા જ ના ઉતરે.
અમે થાકી જઈને એમને દુખભરી વિદાય આપીએ.
રાત્રે ઊંઘમાંય તારાઓ સાથે વાતો કરતા રંગબેરંગી ગુલ્લાઓ દેખાય.
ગુલ્લાના માપનો ઢેખાળો વિંટીને
જેટલું જોર હોય એટલું જોર કરીને
આકાશમાં ફેંકીએ.
ઢેખાળો નીચો આવે,
પણ લાલ-ભૂરા-છીંકણી ગુલ્લાઓ તો
આકાશી પવનમાં આવી જાય
તે બસ ઉડ્યા જ કરે, ઉડ્યા જ કરે.
એમની પાછળ પાછળ પડતાઆખડતા દોડીએ,
પણ એ તો હેઠા જ ના ઉતરે.
અમે થાકી જઈને એમને દુખભરી વિદાય આપીએ.
રાત્રે ઊંઘમાંય તારાઓ સાથે વાતો કરતા રંગબેરંગી ગુલ્લાઓ દેખાય.
નિશાળમાં જઈએ તોય ગુલ્લાઓ દફતરમાં ઘાલી જઈએ.
અમારો ખજાનો જોઈ છોકરાઓ અચંબામાં પડી જતા.
અમારો ખજાનો જોઈ છોકરાઓ અચંબામાં પડી જતા.
દોરી વગર, પતંગ વગર,
ગુલ્લાથી ઉજવેલ ઉતરાયણનો આનંદ આજેય ભૂલાતો નથી!
ગુલ્લાથી ઉજવેલ ઉતરાયણનો આનંદ આજેય ભૂલાતો નથી!
*
નીરવ પટેલ
13-1-2019
Comments
Post a Comment