કાવ્ય : 24
*
સ્કૂલે જતા ત્યારે વળતાં બે કિલોમીટર અમે ચાલતા,
બે કિલોમીટર ગામ સામે ચાલતું,
ને એમ હસતાં ખેલતાં ઘર આવી જતું.
બે કિલોમીટર ગામ સામે ચાલતું,
ને એમ હસતાં ખેલતાં ઘર આવી જતું.
માએ બાજરીના રોટલા પર થીણું ઘી ચોપડેલું હોય
અને સાથે એક ટોયલી દૂધ.
અને પછી તો ભાગો ખેતરો ભણી,
નદી ભણી, આંબાવાડિયાં ભણી.
અને સાથે એક ટોયલી દૂધ.
અને પછી તો ભાગો ખેતરો ભણી,
નદી ભણી, આંબાવાડિયાં ભણી.
બાળપણ નર્યો કિલ્લોલ,
સ્કૂલ નર્યો કિલ્લોલ.
સ્કૂલ નર્યો કિલ્લોલ.
સ્કૂલે જવાની મજા પડતી,
સ્કૂલેથી ઘેર આવવાનીય મજા પડતી.
શિક્ષકો મારેય ખરા ને વહાલેય કરે.
વર્ગમાં એક પણ વિદ્યાર્થીને 'ક' ના આવડે તો કદી 'ખ' પર જાય નહીં.
સૌને 'એકડો' આવડે પછી જ વર્ગ 'બગડે' જાય.
સ્કૂલેથી ઘેર આવવાનીય મજા પડતી.
શિક્ષકો મારેય ખરા ને વહાલેય કરે.
વર્ગમાં એક પણ વિદ્યાર્થીને 'ક' ના આવડે તો કદી 'ખ' પર જાય નહીં.
સૌને 'એકડો' આવડે પછી જ વર્ગ 'બગડે' જાય.
ભણવાનું પૂરું કરો
ને સૌને સૌને લાયક નોકરી મળી જાય.
નોકરી મળે એટલે છોકરીને છોકરો મળી જાય ને છોકરાને છોકરી.
સૌના રૂડા સંસાર વસે,
જીવન નર્યું કિલ્લોલ કિલ્લોલ!
ને સૌને સૌને લાયક નોકરી મળી જાય.
નોકરી મળે એટલે છોકરીને છોકરો મળી જાય ને છોકરાને છોકરી.
સૌના રૂડા સંસાર વસે,
જીવન નર્યું કિલ્લોલ કિલ્લોલ!
સમો કેવો બદલાયો છે આજના
યુવાનો માટે!
યુવાનો માટે!
મજાનું નહીં, બોઝિલ
બોઝિલ બન્યું છે બધું :
નથી સરખું શિક્ષણ મળતું,
નથી સરખી નોકરી મળતી,
નથી કન્યાને વર મળતો,
નથી વરને કન્યા.
ફ્રસ્ટ્રેટ થઈ કોઈ પોતાનો જીવ લઈ લે છે,
તો ડેસ્પરેટ થઈ કોઈ કોઈનો જીવ લઈ લે છે.
નથી સરખું શિક્ષણ મળતું,
નથી સરખી નોકરી મળતી,
નથી કન્યાને વર મળતો,
નથી વરને કન્યા.
ફ્રસ્ટ્રેટ થઈ કોઈ પોતાનો જીવ લઈ લે છે,
તો ડેસ્પરેટ થઈ કોઈ કોઈનો જીવ લઈ લે છે.
ને દુનિયાનાં દુખોથી બેતમા
આકાશપિતા નીરો વિકાસની વાંસળી વગાડ્યા કરે છે!
હું મડદાં પર રાજ કરીશ,
પણ વિકાસની ધૂન તો નહીં છોડું.
આકાશપિતા નીરો વિકાસની વાંસળી વગાડ્યા કરે છે!
હું મડદાં પર રાજ કરીશ,
પણ વિકાસની ધૂન તો નહીં છોડું.
*
નીરવ પટેલ
11-1-2019
Comments
Post a Comment