કાવ્ય : 55
*
ગાવડી અમારી માવડી.
અમારા આઠ જણના કુટુંબની મોભી.
આદમીબૈરાંબચ્ચાં સૌને એની ભારે માયા.
અમારા આઠ જણના કુટુંબની મોભી.
આદમીબૈરાંબચ્ચાં સૌને એની ભારે માયા.
સકીના તો એની એટલી સેવા કરે,
સગી સાસુનીય એટલી નહીં કરી હોય!
સગી સાસુનીય એટલી નહીં કરી હોય!
ચોળીઘસીને નવડાવે,
લીલો ચારો નીરે,
ડોલ ભરીને નર્મદાનું પાણી પીવડાવે, કંતાનની ગોદડી ઓઢાડે,
મચ્છર ભગાડવા લીમડાનાં પાનની
ધૂણી કરે,
આંચળની ખેંચતાણ કર્યા વગર
હળવા હાથે દો'વે.
લીલો ચારો નીરે,
ડોલ ભરીને નર્મદાનું પાણી પીવડાવે, કંતાનની ગોદડી ઓઢાડે,
મચ્છર ભગાડવા લીમડાનાં પાનની
ધૂણી કરે,
આંચળની ખેંચતાણ કર્યા વગર
હળવા હાથે દો'વે.
ડેરીવાળોય એની ગાવડીનું
શુદ્ધ અને હાઈ ફેટ્સવાળુ દૂધ
છાનોમાનો મંદિરના પૂજારી માટે અલાયદુ રાખે.
શુદ્ધ અને હાઈ ફેટ્સવાળુ દૂધ
છાનોમાનો મંદિરના પૂજારી માટે અલાયદુ રાખે.
આટલી માવજત છતાં
માવડી એક દિ માંદી પડી,
તે બુઢ્ઢો અબ્દુલ અને વચેટ છોકરો રફિક
નજીકના શહેરના પશુદવાખાને
ધીમે ધીમે એને દોરી જતા હતા,
ને ત્યાં તો પાછળ દેકારો થયો :
'આ લોકો ગાયને કસાઈવાડે લઈ જઈ રહ્યા છે.'
માવડી એક દિ માંદી પડી,
તે બુઢ્ઢો અબ્દુલ અને વચેટ છોકરો રફિક
નજીકના શહેરના પશુદવાખાને
ધીમે ધીમે એને દોરી જતા હતા,
ને ત્યાં તો પાછળ દેકારો થયો :
'આ લોકો ગાયને કસાઈવાડે લઈ જઈ રહ્યા છે.'
ગૌસેવાની કથા સાંભળીને છૂટેલું
ટોળું તો ત્રિશૂળ ને તલવારો સાથે ઘેરી વળ્યું મીંયાટોપી પહેરેલા અબ્દુલચાચાને અને બકરાદાઢીવાળા રફિકને.
ટોળું તો ત્રિશૂળ ને તલવારો સાથે ઘેરી વળ્યું મીંયાટોપી પહેરેલા અબ્દુલચાચાને અને બકરાદાઢીવાળા રફિકને.
એમણે લાખ કાલાવાલા ને આજીજીઓ કરી :
'આ ગાવડી તો અમારી માવડી છે.
અમારા કુટુંબની મોભી છે.
એ કુદરતી મોતે મરશે
ત્યારે અમે અમારા વડવાઓની કબરની બાજુમાં એને માનભેર દફનાવશું,
એની વરસી પર લીલી ચાદર ચઢાવી માતમ મનાવશું.'
'આ ગાવડી તો અમારી માવડી છે.
અમારા કુટુંબની મોભી છે.
એ કુદરતી મોતે મરશે
ત્યારે અમે અમારા વડવાઓની કબરની બાજુમાં એને માનભેર દફનાવશું,
એની વરસી પર લીલી ચાદર ચઢાવી માતમ મનાવશું.'
પણ ટોળું કશું માનવા તૈયાર નહોતું,
એણે તો એમને ગૌહત્યારા જ માની લીધા.
બિચારા બાપદીકરો બેઉ અલ્લાહના પ્યારા થઈ ગયા.
પણ માવડી ગાવડીનું પૂંછડું એમણે ન છોડ્યું તે ન જ છોડ્યું,
કદાચ એટલે જ વૈતરણી પાર કરીને બેઉ જન્નતમાં પહોંચી ગયા હશે!
એણે તો એમને ગૌહત્યારા જ માની લીધા.
બિચારા બાપદીકરો બેઉ અલ્લાહના પ્યારા થઈ ગયા.
પણ માવડી ગાવડીનું પૂંછડું એમણે ન છોડ્યું તે ન જ છોડ્યું,
કદાચ એટલે જ વૈતરણી પાર કરીને બેઉ જન્નતમાં પહોંચી ગયા હશે!
ઘેર સકીના ને સૌ
મા ગાવડી અને એનાં બચ્ચાંઓના હેમખેમ પાછા વળવાનો ઈન્તઝાર કરે છે
એણે ગેબનશા પીરની મન્નત
પણ માની છે
મા ગાવડીના સાજા થવા માટે.
મા ગાવડી અને એનાં બચ્ચાંઓના હેમખેમ પાછા વળવાનો ઈન્તઝાર કરે છે
એણે ગેબનશા પીરની મન્નત
પણ માની છે
મા ગાવડીના સાજા થવા માટે.
સકીના ઈન્તઝાર કરે છે,
મા ગાવડીનો, ખસમનો, દીકરાનો.
ને સૌની ખેર માટે દુઆ માગે છે અલ્લાહથી.
મા ગાવડીનો, ખસમનો, દીકરાનો.
ને સૌની ખેર માટે દુઆ માગે છે અલ્લાહથી.
*
નીરવ પટેલ
8-2-2019
Comments
Post a Comment