કાવ્ય : 31
*
ત્રણ દિવસથી એક મદારીએ શહેરમાં ધામા નાખ્યા છે :
મોટ્ટા મોટ્ટા કલ્પનાતીત મેગા ઈવેન્ટ લોન્ચ કરીને
એણે નાગરિક માત્રની નજરબંધી કરી લીધી છે.
નાગરિકો તો આ તમાશાઓથી આભા જ રહી ગયા છે!
કક્કો ભણેલા ને કક્કો નહીં ભણેલા સૌ
માંહોમાંહે પૂછી રહયા છે આ વિદેશી શબ્દોના અર્થ :
વાઈબ્રન્ટ, ગ્લોબલ, સમિટ
એટલે શું?
એણે નાગરિક માત્રની નજરબંધી કરી લીધી છે.
નાગરિકો તો આ તમાશાઓથી આભા જ રહી ગયા છે!
કક્કો ભણેલા ને કક્કો નહીં ભણેલા સૌ
માંહોમાંહે પૂછી રહયા છે આ વિદેશી શબ્દોના અર્થ :
વાઈબ્રન્ટ, ગ્લોબલ, સમિટ
એટલે શું?
આ કરિશ્માઈ મદારી પર એમનો ભરોસો ઓર વધતો જાય છે.
તે માનવા લાગે છે આ અલાદીન જ
દેશની કાયાપલટ કરી દેશે.
આ ગરીબ દેશ હવે શાંગહાઈ-ટોક્યો બની જશે.
અને આપણે સૌ સૂટેડ બૂટેડ રિસ્પેક્ટેબલ નાગરિકો.
તે માનવા લાગે છે આ અલાદીન જ
દેશની કાયાપલટ કરી દેશે.
આ ગરીબ દેશ હવે શાંગહાઈ-ટોક્યો બની જશે.
અને આપણે સૌ સૂટેડ બૂટેડ રિસ્પેક્ટેબલ નાગરિકો.
મદારી ત્રણ દિવસે સી-પ્લેઈનમાં બેસી અલોપ થઈ જાય છે
ને લોકોની નજરબંધી તૂટવા લાગે છે.
ઇવેન્ટ મેનેજમેન્ટવાળા કરોડો રુપિયા ખિસ્સામાં મૂકી શામિયાણાના વીંટા વાળી લે છે
કે નાગરિકોને ભાસ થાય છે
આપણને કોઈ જબરજસ્ત સપનું બતાવી ગાયબ થઈ ગયું!
ને લોકોની નજરબંધી તૂટવા લાગે છે.
ઇવેન્ટ મેનેજમેન્ટવાળા કરોડો રુપિયા ખિસ્સામાં મૂકી શામિયાણાના વીંટા વાળી લે છે
કે નાગરિકોને ભાસ થાય છે
આપણને કોઈ જબરજસ્ત સપનું બતાવી ગાયબ થઈ ગયું!
શહેરની ગરીબી, શહેરની બેકારી, શહેરની મોંઘવારી
શહેરની હર સમસ્યા તો
જેવી વિકરાળ હતી તેવી પાછી નાગી દેખાવા લાગે છે.
વિકાસના નામે જેવી તેવી ઝૂંપડીઓ હતી તેય બૂલડોઝરો તોડીફોડી નાખે છે.
નથી બચ્ચાં માટે નિશાળોમાં માસ્તરો, નથી માંદા માટે કિફાયતી દવાખાનાં,
નથી રહ્યા રૈનબસેરા.
નથી મળતી નોકરી, નથી ઘરમાં નમકઆટો.

પણ મદારી પાછો આવવાનો છે, આનાથી પણ મોટ્ટાં મોટ્ટાં સપનાં બતાવી તમારી કાયમી નજરબંધી કરવા.
*
નીરવ પટેલ
18-1-2019
Comments
Post a Comment