કાવ્ય : 30
*
અને આજે કવિતારાણી રુસણે બેઠાં છે :
'તમે રોજ રોજ પોલિટિકલ સેટાયર લખો છો, અને નામ મારું પડે છે.
તમે રોજ રોજ દલિતોનાં ગાણાં ગાવ છો, ને નામ મારું પડે છે.
કોઈ કોઈ વાર ઈતર વંચિતો-શોષિતોનાં વિતક ચિતરો છો મારા નામે.
તમને નથી લાગતું,
તમે કોઈ મનોરુગ્ણતાનો શિકાર બની ગયા છો?
તમે ક્યારેય મારે માટે, મારા પ્રેમ માટે ગીત-ગઝલ લખી?
આજે તો તમે લાખ કોશિશ કરો,
હું નહીં રિઝું.'

પ્રિય કવિતા, તને ખબર છે હું માત્ર તારો અને તારો જ પ્રતિબદ્ધ પ્રેમી છું.
વાર્તા-નાટક-નવલકથા મને પટાવવા ઘણાં લટકાં મટકાં કરે છે,
પણ હું એમને સહેજ પણ ભાવ આપતો નથી.
હું છેક કોલેજકાળથી તારા પ્રેમમાં પડ્યો છું,
તે આજે વ્રુદ્ધત્વના આરેય તને
અને તને જ ચાહું છું પૂરી વફાદારીથી.
વાર્તા-નાટક-નવલકથા મને પટાવવા ઘણાં લટકાં મટકાં કરે છે,
પણ હું એમને સહેજ પણ ભાવ આપતો નથી.
હું છેક કોલેજકાળથી તારા પ્રેમમાં પડ્યો છું,
તે આજે વ્રુદ્ધત્વના આરેય તને
અને તને જ ચાહું છું પૂરી વફાદારીથી.
તને યાદ છે 'કવિની પ્રેયસી' કવિતામાં
માત્ર શબ્દોથી જ કોરો પ્રેમ કરતા ગગનવિહારી કવિઓનો મેં કેવો ઉપહાસ કર્યો હતો?
મેં કહ્યું હતું કે પ્રેમ જ કરવો હોય તો પડ નવસ્ત્રી થઈને ધરામાં,
ને કરસન ગોવાળિયાની બાથમાં ભીડા,
તો તને ખબર પડશે
પ્રેમની મીઠી માયા ને મીઠી પીડા.

ચાલ, આજે તને સાબરમતીના કાંઠે લાગેલા ફૂલોના મેળામાં લઈ જાઉં.
આજે દલિત-પલિત બધું વેગળું,
આજે હું ને મારી પ્રિયતમા કવિતા.
આજે દલિત-પલિત બધું વેગળું,
આજે હું ને મારી પ્રિયતમા કવિતા.
જુવાનિયાઓ ભલે મજાક ઉડાવે,
આજે એકેએક ફૂલછોડની સાખે
તસતસતા આલિંગનોની સેલ્ફીઓ લઈએ.
બને કે ત્યાં જ કોઈ પ્રેમગીત લખાઈ જાય ને મારા પર તું રીઝી પડે ...
આજે એકેએક ફૂલછોડની સાખે
તસતસતા આલિંગનોની સેલ્ફીઓ લઈએ.
બને કે ત્યાં જ કોઈ પ્રેમગીત લખાઈ જાય ને મારા પર તું રીઝી પડે ...
પ્રિય કવિતા, તું પ્રેમ કરવાનું છોડી દે,
તો બિચારાં દીનદલિતદુખિયાઓને કોઈ કવિ પ્રેમ કેમનો કરશે?
તો બિચારાં દીનદલિતદુખિયાઓને કોઈ કવિ પ્રેમ કેમનો કરશે?
*
નીરવ પટેલ
17-1-2019
Comments
Post a Comment