કાવ્ય : 34
*
બધું માયાવી લાગે છે.
શહેરમાં આવતા NRI અને વિદેશી સહેલાણીઓને એ ખરેખર જ
પૂર્વ કે પશ્ચિમના મેગાસિટી જેવું લાગી રહ્યું છે :
પૂર્વ કે પશ્ચિમના મેગાસિટી જેવું લાગી રહ્યું છે :
અહીં મોલ છે, મલ્ટિપ્લેક્સ છે,
7-સ્ટાર્સ હોટેલ્સ, લક્ઝુરિયસ ક્લબો છે,
ફ્લાય ઓવર્સ છે, BRTS છે, અન્ડરગ્રાઉન્ડ અને ઓવરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેઈન્સ છે, બૂલેટ ટ્રેઈન્સ છે,
એક્સપ્રેસ હાઈવે છે, નેશનલ હાઈવે છે.
રીવરફ્રન્ટ છે, ફલાવર શો છે,
પતંગોત્સવ છે, નવરાત્રિ મહોત્સવ છે...

અડધા ગર્દાબાદને ઓઝલમાં રાખી શકે અને સહેલાણીઓને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની યાત્રા કરાવી શકે એ ટૂરિસ્ટ ગાઈડને માયાવી જ કહેવો પડે!
બાપડો ટૂરિસ્ટ ગાઈડ,
આ કરિશ્મા એનો નથી.
આ કરિશ્મા તો છે
આ માયાવીનગરના સર્જકોનો
જેમણે આ નગરનાં બે ફાડિયાં કરી નાખ્યાં છે,
જે અડધા નગરને અંધેરપછેડો
ઓઢાડી દે છે,
જે માયાવીનગરીને કાંચનવર્ણી કર્ણાવતી બનાવી દે છે!
આ કરિશ્મા એનો નથી.
આ કરિશ્મા તો છે
આ માયાવીનગરના સર્જકોનો
જેમણે આ નગરનાં બે ફાડિયાં કરી નાખ્યાં છે,
જે અડધા નગરને અંધેરપછેડો
ઓઢાડી દે છે,
જે માયાવીનગરીને કાંચનવર્ણી કર્ણાવતી બનાવી દે છે!
*
નીરવ પટેલ
21-1-2019
Comments
Post a Comment