કાવ્ય : 18
*
આદમ અને ઈવના ઈડન ગાર્ડન જેટલી અનંત પ્રાઈવસી ને મોકળાશ તો નહીં,
પણ આશરો શોધતું જે પણ
એકલ કે કપલ કે કુટુંબ આવી ચઢે,
સૌને માટે માગ થઈ જાય
સરદાર બાગમાં.
પણ આશરો શોધતું જે પણ
એકલ કે કપલ કે કુટુંબ આવી ચઢે,
સૌને માટે માગ થઈ જાય
સરદાર બાગમાં.
મોટાં મોટાં વ્રુક્ષો,
લીલી હરિયાળીવાળી લોન્સ,
પાણીભીની ક્યારીઓમાં ફૂલવાડીઓ,
વચ્ચે વચે બોગનવેલિયાની કૂંજો,
લીલા માળામાં સુગરો ને સુગરી સંવનન
કરતાં હોય એમ પ્રેમીઓ બેદખલ પ્રેમ કરે ધોળા દિવસે કે સંધ્યા પછીના અંધકારમાં.
ન પોલિસવાળાનો ભય
ના લોકલ ટપોરીઓનો ભય.

માણેકચોક-ઢાલગરવાડનાં હટાણાં કરી થાકેલા ગ્રામીણો વિશ્રામ કરવા આવે.
ભાતામાંથી બાજરાના રોટલા કાઢે,
સાથે રુપિયાના મરચાંના ભજિયા ખાઈને સંતોષના ઓડકાર ખાતા
આડા પડે સરદારના કોકરવરણા પટ પર.
ભાતામાંથી બાજરાના રોટલા કાઢે,
સાથે રુપિયાના મરચાંના ભજિયા ખાઈને સંતોષના ઓડકાર ખાતા
આડા પડે સરદારના કોકરવરણા પટ પર.
સાવ પાડોશમાં જ આવેલી
બાંકુરા ને વૂડલેન્ડ અમીરોને એમને લાયક લક્ઝરી ને પ્રાઈવસી આપે,
પણ ચોરખિસ્સામાં દસની પત્તી છૂપાઈને આવેલા મગન કુંભારની ચાલીના પ્રેમીઓ માટે વગર ભાડાનો આવો મીઠો માળો ક્યાં મળે?
બાંકુરા ને વૂડલેન્ડ અમીરોને એમને લાયક લક્ઝરી ને પ્રાઈવસી આપે,
પણ ચોરખિસ્સામાં દસની પત્તી છૂપાઈને આવેલા મગન કુંભારની ચાલીના પ્રેમીઓ માટે વગર ભાડાનો આવો મીઠો માળો ક્યાં મળે?
પ્રેમીઓથી તો રુપિયાનું ચના જોરગરમ પણ પૂરું થતું નથી એક પ્રેમસત્રમાં,
મફતનું શીતળ પાણી તો જેટલું પીવો હોય એટલું પીવો.
હાઈડ પાર્કની બિકિની પહેરી સૂર્યસ્નાન કરતી ગૌર યૌવનાઓની
કોઈ પાસર-બાય નોંધ પણ નથી લેતો,
બસ એવી સલામતી હતી આ બાગમાં.
જીવનની ઉજાણી ને કિલ્લોલ.
મફતનું શીતળ પાણી તો જેટલું પીવો હોય એટલું પીવો.
હાઈડ પાર્કની બિકિની પહેરી સૂર્યસ્નાન કરતી ગૌર યૌવનાઓની
કોઈ પાસર-બાય નોંધ પણ નથી લેતો,
બસ એવી સલામતી હતી આ બાગમાં.
જીવનની ઉજાણી ને કિલ્લોલ.
મારી સેંટ્રલ બેંકના પ્લાઝાની કેન્ટીનમાંથી જોઉં તો સફેદ સાડી પહેરીને PTC કરતી છોકરીઓનાં ઝૂંડ ઊભરાય છે.
રેલિંગ ઠેકતો ઠેકતો ઘડીકમાં પાર કરી કાઢું બાગને,
14 નંબરની બસમાં જલિને વળાવવાનો નિત્યક્રમ જો હતો ...
રેલિંગ ઠેકતો ઠેકતો ઘડીકમાં પાર કરી કાઢું બાગને,
14 નંબરની બસમાં જલિને વળાવવાનો નિત્યક્રમ જો હતો ...
પણ ભૂખાળવા ને ઈર્ષાખોર નગરપતિઓ આવ્યા,
તે એમણે તો ચારેબાજુથી ચાવવા માંડ્યો સરદારને.
મને યાદ આવે છે મારા ગામનાં મેલડીમાનો પાડો,
શિંગડે ચઢાવે ભલભલી ભોંયને.
એને જમીન સાથે આદ વેર,
ભલભલાં લીલાં ચરાણને એ ખૂંદી કાઢે
ત્યારે એને ચેન વળે.
તે એમણે તો ચારેબાજુથી ચાવવા માંડ્યો સરદારને.
મને યાદ આવે છે મારા ગામનાં મેલડીમાનો પાડો,
શિંગડે ચઢાવે ભલભલી ભોંયને.
એને જમીન સાથે આદ વેર,
ભલભલાં લીલાં ચરાણને એ ખૂંદી કાઢે
ત્યારે એને ચેન વળે.
પહેલાં એમણે સરકારી બાબુઓ માટે 'બહુમાળી બિલ્ડીંગ' બનાવી બાગમાં,
પછી 'ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક'ના નામે આખો ઈશાનિયો ખૂણો હડપ કરી લીધો,
પછી એમણે 'સિવિક સેન્ટર'ના નામે ઉત્તર ખૂણાને ચાવી ખાધો,
નીરોના કાફલા નિરંકુશ હરીફરી શકે
એ માટે એમણે રોડને રાજમાર્ગ બનાવવાનું નક્કી કર્યું,
પાઘડીપને બાપડો સરદાર તો વળી એક વાર ઓર વેતરાઈ ગયો,
હજી બાકી હતું તે લક્ઝરી કારવાળાઓને પાર્કિંગ માટે આખો નૈરુત્ય ખૂણો ધરી દીધો,
અને અમૂલ પાર્લરવાળો તો જાણે મેયરનોય મેયર,
એની આગળ બાપડા સરદારનું શું ગજું?

આજે તો એ નર્યો નાગા શહેરના પિછવાડે લગાડેલ થીગડું બનીને રહી ગયો છે બાપડો !
નથી આવતાં પંખીઓ,
નથી ખિલતાં ફૂલો,
નથી વહેતો પવન,
નથી આવતાં પ્રેમીઓ.
નથી ખિલતાં ફૂલો,
નથી વહેતો પવન,
નથી આવતાં પ્રેમીઓ.
જનતાના સરદારને બચકાં ભરી ભરી ચાવી ગયા મૂડીવાદી મેયરો.
જો કે અમીરોના એમ્યુઝમેન્ટ માટે
ચાઈનાથી બ્રાન્ડન્યૂ સરદારને
3000 કરોડના સોદામાં લઈ આવ્યા છે,
500 રુપિયાની ટિકિટબારી સાથે.
ચાઈનાથી બ્રાન્ડન્યૂ સરદારને
3000 કરોડના સોદામાં લઈ આવ્યા છે,
500 રુપિયાની ટિકિટબારી સાથે.
મારા શહેરના મેયરો તો નગરસેવકો નહીં, વેપારીઓ છે,
સરદાર તો અદના નાગરિકની અડચણોને પિછાણતો જનસેવક હતો!
સરદાર તો અદના નાગરિકની અડચણોને પિછાણતો જનસેવક હતો!
મારા પ્રિય સરદાર બાગ,
તને મારા ઝાઝા જૂહાર.
તને મારા ઝાઝા જૂહાર.
*
નીરવ પટેલ
5-1-2019
Comments
Post a Comment