કાવ્ય : 35
*
મારો દાદો બહુ બળિયો
ને ભારે સ્વમાની.
એક ભૈના ભોગ લાગ્યા
તે પૂછ્યું : તમે કેવા?
ને ભારે સ્વમાની.
એક ભૈના ભોગ લાગ્યા
તે પૂછ્યું : તમે કેવા?
120 kgના દાદાની કમાન છટકી
તે એને ચત્તો પાડી દઈ
એની છાતી પર સવાર થઈ ગયો
ને ચરોતરીમાં ચોપડવા લાગ્યો :
ચ્યમ તારી બોનદીચરી મને પૈણાવવાની છ તે પૂછ છ?
તે એને ચત્તો પાડી દઈ
એની છાતી પર સવાર થઈ ગયો
ને ચરોતરીમાં ચોપડવા લાગ્યો :
ચ્યમ તારી બોનદીચરી મને પૈણાવવાની છ તે પૂછ છ?
તને આ હાડાછ ફૂટ ઊંચો,
સૂટબૂટ પહેરેલો માંણહ
દેખાતો નથી
તે મને પૂછ છ : તમે કેવા?
સૂટબૂટ પહેરેલો માંણહ
દેખાતો નથી
તે મને પૂછ છ : તમે કેવા?
હું તન આખલો લાગું છું,
પાડો લાગું છું,
વાઘવરુ લાગું છું?
પાડો લાગું છું,
વાઘવરુ લાગું છું?
હું જાંણું છું
તારી આંખોન મોતિયો નહીં આયો.
તારા ધરમન મોતિયો આયો સ.
તારી આંખોન મોતિયો નહીં આયો.
તારા ધરમન મોતિયો આયો સ.
પણ તારું કાચું કાળજું ચાવી જઈશ
જો બીજી વાર પૂછ્યું છ :
જો બીજી વાર પૂછ્યું છ :
તમે કેવા?
*
નીરવ પટેલ
22-1-2019
('તમે કેવા' ફિલ્મ જોઈને સ્ફૂરેલ રચના)
Comments
Post a Comment