કાવ્ય : 21
*
પ્રિય સ્વજનો,
હવે તો તમે ખુદ સમજદાર થઈ ગયા છો,
લાંબો શોક પાળીનેય તમે મને પાછો થોડો મેળવી શકવાના છો?
હવે તો તમે ખુદ સમજદાર થઈ ગયા છો,
લાંબો શોક પાળીનેય તમે મને પાછો થોડો મેળવી શકવાના છો?
અને વ્યવહારુ તો મારો કશો
ઉપયોગ નહોતો,
મારી પાસે શબ્દો સિવાય કશું નહોતું,
એટલે રોજિંદા જીવનમાં
મારી ગેરહાજરી
તમને ઝાઝી દુઃખદાયક નહીં લાગે.
ઉપયોગ નહોતો,
મારી પાસે શબ્દો સિવાય કશું નહોતું,
એટલે રોજિંદા જીવનમાં
મારી ગેરહાજરી
તમને ઝાઝી દુઃખદાયક નહીં લાગે.
હળવે હળવે મારી અનુપસ્થિતિ સહ્ય બનતી જશે,
જેમ આપણે આપણાથી પહેલાં વિદાય થયેલા સ્વજનોનેે હવે પ્રસંગોપાત જ યાદ કરી લઈએ છીએ!
જેમ આપણે આપણાથી પહેલાં વિદાય થયેલા સ્વજનોનેે હવે પ્રસંગોપાત જ યાદ કરી લઈએ છીએ!
સંસારી પળોજણોનોય પાર નથી,
કોઈને યાદ કરવા જેટલો સમયય એ ક્યાં કોઈને માટે રહેવા દે છે?
કોઈને યાદ કરવા જેટલો સમયય એ ક્યાં કોઈને માટે રહેવા દે છે?
પણ તેમ છતાં, એવું બને કે અડધી રાતે હું તમને અચાનક યાદ આવી જાઉં.
અને તમે મૂશળધાર રડવા લાગો,
અને એ હેલી પૂરા સાત દિવસ તમને ભીંજવતી રહે!
અને તમે મૂશળધાર રડવા લાગો,
અને એ હેલી પૂરા સાત દિવસ તમને ભીંજવતી રહે!
અલબત્ત, હેલી પછી પાછો ઉઘાડ આવશે,
સૂર્ય એકેએક માટે આશાના કિરણો
લઈ આવ્યો હશે,
તમે જોઈ શકશો ગઈ કાલે જ્યાં ધૂળ હતી,
ત્યાં હરિયાળીના ઝીણા અંકૂરો ફૂટતા હશે,
ચારેબાજુ નવજીવનનો ઉલ્લાસ દેખીને તમે ખુદ ઉમંગમાં આવી જશો,
મારી યાદોનાં ટોળાંઓને હસતાં હસતાં વિદાય કરી શકશો,
બીજી વાર મળવાનું વચન લઈને.

અને હું વચનબદ્ધ છું,
તમે યાદ કરશો ત્યારે ત્યારે આવી ચઢીશ સાત દિવસની ધોધમાર હેલી લઈને
અને સાથે વર્ષભર ચાલે એવો આશાનો ઉઘાડ લઈને.
તમે યાદ કરશો ત્યારે ત્યારે આવી ચઢીશ સાત દિવસની ધોધમાર હેલી લઈને
અને સાથે વર્ષભર ચાલે એવો આશાનો ઉઘાડ લઈને.
*
નીરવ પટેલ
8-1-2019
Comments
Post a Comment