કાવ્ય : 40
*
આજે 25 જાન્યુઆરી,
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાનો દિવસ,
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાનો દિવસ,
આજે ગોલાણાના ચાર ચાર દલિતોની શહાદતનો દિવસ,
સમગ્ર દલિત સમાજે માતમ મનાવવાનો દિવસ,
એમની ખાંભીઓએ જઈ નમન કરવાનો દિવસ,
સમગ્ર દલિત સમાજે માતમ મનાવવાનો દિવસ,
એમની ખાંભીઓએ જઈ નમન કરવાનો દિવસ,
દલિત યુવાઓએ કરૂણ પ્રકોપથી પાગલ થઈ જવાનો દિવસ,
દલિત યુવાઓએ સંઘર્ષ માટે સંકલ્પ કરવાનો દિવસ,
દલિત યુવાઓએ સંઘર્ષ માટે સંકલ્પ કરવાનો દિવસ,
જુલ્મી સામંતવાદને જાહેરમાં સળગાવવાનો દિવસ,
સમતા-સમાનતા-બધુતાના પ્રજાસત્તાકની સ્થાપના માટે શપથબદ્ધ થવાનો દિવસ.
સમતા-સમાનતા-બધુતાના પ્રજાસત્તાકની સ્થાપના માટે શપથબદ્ધ થવાનો દિવસ.
*
નીરવ પટેલ
25-1-2019
Comments
Post a Comment