કાવ્ય : 32
*
કલર-રેઈસ-કાસ્ટ-ક્લાસ-સેક્સ-નેશનાલિટી
વગેરે ઓળખોથી એકબીજા સાથે ભેદભાવ કરતા,
એકબીજાનો બહિષ્કાર કરતા, એકબીજાને દુશ્મન માનતા
આ વિશ્વમાં UNO માન્ય
સામાન્ય આઝાદીઓ, સામાન્ય માનવ અધિકારો પણ હજી સુલભ થઈ શક્યા નથી,
વગેરે ઓળખોથી એકબીજા સાથે ભેદભાવ કરતા,
એકબીજાનો બહિષ્કાર કરતા, એકબીજાને દુશ્મન માનતા
આ વિશ્વમાં UNO માન્ય
સામાન્ય આઝાદીઓ, સામાન્ય માનવ અધિકારો પણ હજી સુલભ થઈ શક્યા નથી,
ત્યારે એલિટ કેમ્પસના વિશ્વવાયરાની અસરમાં આવેલું એક અમદાવાદી યુવા ગ્રૂપ કહે છે :
માનવ હોવા માત્રને કારણે
અમને અમે નક્કી કરેલી મર્યાદાઓ સાથે
સર્વ પ્રકારની લિમિટલેસ આઝાદીઓ અને અધિકારો જોઈએ!
અને છતાં અમને કલંકિત કે બહિષ્કૃત કરવાને બદલે સમાજે અમારો સહજ સ્વિકાર કરવો જોઈએ.
માનવ હોવા માત્રને કારણે
અમને અમે નક્કી કરેલી મર્યાદાઓ સાથે
સર્વ પ્રકારની લિમિટલેસ આઝાદીઓ અને અધિકારો જોઈએ!
અને છતાં અમને કલંકિત કે બહિષ્કૃત કરવાને બદલે સમાજે અમારો સહજ સ્વિકાર કરવો જોઈએ.
આ હાઈલી ફિલોસોફીકલ કન્સેપ્ટને
આ જ જીવનમાં સાકાર કરવા તેઓ એક 'ક્વિયરાબાદ' સર્જી રહ્યા છે અમદાવાદમાં.
માનવજીવનને મૂળ અર્થ આપવા માગતી માનવસંબંધની આ ક્રાંતિ
પરંપરાથી પોષાયેલા હર કોઈને
ચિત્રવિચિત્ર લાગે,
અરે ખુદ આ વિચારના પુરસ્કર્તાઓને પણ વિચિત્ર લાગે છે,
ત્યારે તો તેમણે ખુદે નામ રાખ્યું છે : ક્વિયરાબાદ!

અમારી આપસી સંમતી અને જવાબદારીથી અમે કોઈ પણ પ્રકારની ઈન્ટિમસીવાળા માનવસંબંધો વિકસાવીએ તો વ્યાપક સમાજને એ શા માટે 'ક્વિયર' એટલે કે 'વિચિત્ર' લાગે છે?
સમાજ શા માટે અમને તિરસ્કૃત-બહિષ્કૃત કરે છે?
અમને મન ફાવે તેવી યુનિસેક્સ કે સેક્સલેસ વિચિત્ર વેશભૂષા-અંલંકાર પહેરીએ તો સમાજને એ શા માટે 'ક્વિયર' એટલે કે 'વિચિત્ર' લાગે છે?
અમે તો માનવી માત્ર માટે
મોસ્ટ ઈસેન્શિયલ એવી
ઈકવોલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી અને સોશિયલ જસ્ટિસની જ માંગ કરીએ છીએ.
મોસ્ટ ઈસેન્શિયલ એવી
ઈકવોલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી અને સોશિયલ જસ્ટિસની જ માંગ કરીએ છીએ.
સામ્યવાદી કોમ્યુન,
સ્પિરિચ્યુઅલ કોમ્યુન
પછી આ લિબર્ટેરિયન કોમ્યુન!
માનવ ગરિમા સાથેના માનવ અધિકારો
હર કોમ્યુનિટીનો મૂળભૂત અધિકાર છે,
એનો સ્વિકાર હો,
એનું સ્વાગત હો.
સ્પિરિચ્યુઅલ કોમ્યુન
પછી આ લિબર્ટેરિયન કોમ્યુન!
માનવ ગરિમા સાથેના માનવ અધિકારો
હર કોમ્યુનિટીનો મૂળભૂત અધિકાર છે,
એનો સ્વિકાર હો,
એનું સ્વાગત હો.
અફસોસ,
'Man is born free, but he is in chains everywhere.'
'Man is born free, but he is in chains everywhere.'
*
નીરવ પટેલ
19-1-2019
Comments
Post a Comment