કાવ્ય : 8
*
'ઓ
ભારે બોજથી લદાયેલાઓ,
તમે સૌ મારી પાસે આવો,
હું તમને વિસામો આપીશ.'
તમે સૌ મારી પાસે આવો,
હું તમને વિસામો આપીશ.'
સેંટ ઝેવિયર્સ કોલેજ જતાં
અમારી બસ
IP મિશન ચર્ચ પાસેથી પસાર થતી.
એની દિવાલ પર આ સુવચન
લખેલું હું રોજ વાંચતો હતો.
અમારી બસ
IP મિશન ચર્ચ પાસેથી પસાર થતી.
એની દિવાલ પર આ સુવચન
લખેલું હું રોજ વાંચતો હતો.
રોજ ભુવાલડીથી મિરઝાપુરની મજલ
મારાં માબાપ ભારે બોજ વહી
કાપતાં હતાં.
એટલે જ એ દિવસોમાં મને આ સુવચન વેદવાક્યથીય વહાલું લાગતું હતું.
મને લાગતું હતું :
આ માણસ દીનદલિતદુખિયાંઓને સીધી જ મદદ પહોંચાડવા માગતો હતો.
મારાં માબાપ ભારે બોજ વહી
કાપતાં હતાં.
એટલે જ એ દિવસોમાં મને આ સુવચન વેદવાક્યથીય વહાલું લાગતું હતું.
મને લાગતું હતું :
આ માણસ દીનદલિતદુખિયાંઓને સીધી જ મદદ પહોંચાડવા માગતો હતો.
આજે ઘેટાંઓના પાળક
એ ઈશુનો જન્મદિવસ છે.
એ ઈશુનો જન્મદિવસ છે.
જેને બહિષ્કૃતો-તિરસ્કૃતોની સેવા બદલ
કાંટાળો તાજ પહેરાવી,
હાથેપગેહૈયે ખીલા જડી
વધસ્તંભ પર લટકાવી દેવામાં આવેલો.
કાંટાળો તાજ પહેરાવી,
હાથેપગેહૈયે ખીલા જડી
વધસ્તંભ પર લટકાવી દેવામાં આવેલો.
મેરી ક્રિસમસ મોલી વર્ગિસ,
વર્ષો પહેલાં ભેટમાં આપેલું તારુ
પોકેટ બાઈબલ હું વાંચુ છું,
જેમ વાંચું છું
Buddha and His Dhamma,
અલબત્ત, પ્રસંગોપાત :
વર્ષો પહેલાં ભેટમાં આપેલું તારુ
પોકેટ બાઈબલ હું વાંચુ છું,
જેમ વાંચું છું
Buddha and His Dhamma,
અલબત્ત, પ્રસંગોપાત :
'Come unto Me, all ye that labor
and are heavy-laden, and I will give you rest.'
(Matthew 11 : 28)
*
નીરવ પટેલ
25-12-2018
25-12-2018
Comments
Post a Comment