કાવ્ય : 14
*
કવિ રમેશ પારેખ કહેતા
એક વાર સમો એવો આકરો આવેલો કે
આલા ખાચર જેવા બાપુનેય એક ડુંગળીના ગાંઠિયાના વખા પડી ગયેલા.
એક વાર સમો એવો આકરો આવેલો કે
આલા ખાચર જેવા બાપુનેય એક ડુંગળીના ગાંઠિયાના વખા પડી ગયેલા.
આજે દેશમાં એવો
લીલો દુકાળ પડ્યો છે
તે ડુંગળી ભરેલાં ગાડાં
માર્કેટમાં જાય એ પહેલાં જ
રોડ પર ઠલવી દે છે
રોષે ભરાયેલા ખેડૂઓ,
ને કોક વધારે રાંકડા તો ઝાડ પર ચઢી ફાંસો ખાઈ લે છે!
લીલો દુકાળ પડ્યો છે
તે ડુંગળી ભરેલાં ગાડાં
માર્કેટમાં જાય એ પહેલાં જ
રોડ પર ઠલવી દે છે
રોષે ભરાયેલા ખેડૂઓ,
ને કોક વધારે રાંકડા તો ઝાડ પર ચઢી ફાંસો ખાઈ લે છે!
નથી પરસેવાના ભાવ મળતા,
નથી સરકારના ચોપડે દેવાના ડુંગર ઘટતા.
નથી સરકારના ચોપડે દેવાના ડુંગર ઘટતા.
શહેરોમાં મેકડોનલ્ડ્સના અનિયનબર્ગર
ધૂમ વેચાય છે,
દાળવડા હોય કે કબાબ --
ઝાઝી ડુંગળી વિના કોઈ શહેરી બાબુને કોઈ ખાણું ભાવતું નથી!
ને બાપડાં સૌ ગામડિયાઓનું તો એ સ્ટેપલ છે!
ધૂમ વેચાય છે,
દાળવડા હોય કે કબાબ --
ઝાઝી ડુંગળી વિના કોઈ શહેરી બાબુને કોઈ ખાણું ભાવતું નથી!
ને બાપડાં સૌ ગામડિયાઓનું તો એ સ્ટેપલ છે!
અલ્યા ભૈ નીરો, ઉઠને બાપલા!
તારા ભાવખાતાના પ્રધાનને પૂછીને
જરા તારા 'મનની વાત' જાહેર તો કર :
તારા ભાવખાતાના પ્રધાનને પૂછીને
જરા તારા 'મનની વાત' જાહેર તો કર :
કે તારા દેશનો સમો હૌને હરખો વાગે છે
કે કોકનો જીવ લૈ લે છે
ને કોકને તાગડધિન્ના કરાવે છે!
કે કોકનો જીવ લૈ લે છે
ને કોકને તાગડધિન્ના કરાવે છે!
*
નીરવ પટેલ
1-1-2019
Comments
Post a Comment