કાવ્ય : 50
*
આ પ્રુથ્વી સુંદર ત્યારે લાગે
જ્યારે એ હર પ્રુથ્વીવાસીને પ્યારી લાગે.
આ પ્રુથ્વી પ્યારી ત્યારે લાગે
જ્યારે એ હર પ્રુથ્વીવાસીને ભર્યુંભાદર્યું જીવન આપે.
જ્યારે એ હર પ્રુથ્વીવાસીને પ્યારી લાગે.
આ પ્રુથ્વી પ્યારી ત્યારે લાગે
જ્યારે એ હર પ્રુથ્વીવાસીને ભર્યુંભાદર્યું જીવન આપે.
પ્રક્રુતિએ તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું સૌને માટે.
પણ સૌમાંથી થોડાક પોતાનો એકાધિકાર સ્થાપી દે છે પ્રક્રુતિ પર
ને બાકીના સૌ પર.
પણ સૌમાંથી થોડાક પોતાનો એકાધિકાર સ્થાપી દે છે પ્રક્રુતિ પર
ને બાકીના સૌ પર.
જોતજોતામાં પ્રક્રુતિ ને લોકો
ગુલામ બની જાય છે.
બેફામ શોષણદમનના દોર ચાલે છે
ને પ્રુથ્વી જે સ્વર્ગ જેવી સુંદર હતી
તે દોજખ બનતી જાય છે.
ગુલામ બની જાય છે.
બેફામ શોષણદમનના દોર ચાલે છે
ને પ્રુથ્વી જે સ્વર્ગ જેવી સુંદર હતી
તે દોજખ બનતી જાય છે.
આવડી મોટી પ્રુથ્વી પર માનવી માટે ઘર બનાવવાની જગા નથી,
અલબત્ત મોટ્ટા મોટ્ટા મહેલ કે મોલ બનાવવા પૂરતી જગા છે.
અલબત્ત મોટ્ટા મોટ્ટા મહેલ કે મોલ બનાવવા પૂરતી જગા છે.
આવડી મોટી પ્રુથ્વી પર કુટુંબ માટે વર્ષભર ચાલે એટલી જાર વાવવા વીઘો ખેતર નથી,
પણ 7-સ્ટાર લક્ઝરીયસ હોટેલ્સ માટે એકરોમાં જમીન છે.
પણ 7-સ્ટાર લક્ઝરીયસ હોટેલ્સ માટે એકરોમાં જમીન છે.
જેને ભાગે જીવવાનાં સંસાધનો નથી આવ્યાં,
એને ભલા આ પ્રુથ્વી સુંદર કેવી રીતે લાગે?
એને ભલા આ પ્રુથ્વી પ્યારી કેવી રીતે લાગે?
એને ભલા આ પ્રુથ્વી સુંદર કેવી રીતે લાગે?
એને ભલા આ પ્રુથ્વી પ્યારી કેવી રીતે લાગે?
એ ઘોર નિરાશામાં પ્રુથ્વીને પ્યારો થઈ જાય છે,
કાં ઘોર આક્રોશમાં પ્રુથ્વીને જ ઊંબાડિયું ચાંપી દે છે.
કાં ઘોર આક્રોશમાં પ્રુથ્વીને જ ઊંબાડિયું ચાંપી દે છે.
આપણા સૌની પ્યારી પ્રુથ્વી,
બળતી બળતી એક દિવસ બુઝાઈ જશે
કોઈની હાયથી, કોઈની લ્હાયથી.
બળતી બળતી એક દિવસ બુઝાઈ જશે
કોઈની હાયથી, કોઈની લ્હાયથી.
*
નીરવ પટેલ
3-2-2019
Comments
Post a Comment