કાવ્ય : 16
*
જાતિ, જાતિ, જાતિ
જ્યાં જૂઓ ત્યાં
બસ જ્ઞાતિ, જ્ઞાતિ ને જ્ઞાતિ.
જ્યાં જૂઓ ત્યાં
બસ જ્ઞાતિ, જ્ઞાતિ ને જ્ઞાતિ.
ભેદભાવ, ભેદભાવ, ભેદભાવ
જ્યાં જૂઓ ત્યાં
બસ અલગાવ, અલગાવ ને અલગાવ!
જ્યાં જૂઓ ત્યાં
બસ અલગાવ, અલગાવ ને અલગાવ!
અને છતાં સવર્ણો કહે છે
જાતિ તો ગઈ કાલની વાત થઈ ગઈ!
જાતિ તો ગઈ કાલની વાત થઈ ગઈ!
તાજા સમાચાર છે :
આઝાદી આવ્યા પછી પણ,
સમાનતાની ખાત્રી આપતું બંધારણ દાખલ થયા પછી પણ,
કોઈ દલિત રાષ્ટ્રપતિનો અંગરક્ષક બની શકતો નથી,
આઝાદી આવ્યા પછી પણ,
સમાનતાની ખાત્રી આપતું બંધારણ દાખલ થયા પછી પણ,
કોઈ દલિત રાષ્ટ્રપતિનો અંગરક્ષક બની શકતો નથી,
ભલે એની હાઈટ જિરાફ જેટલી હો,
ભલે એ ખલી પહેલવાન જેવો પડછંદ હો,
ભલે એ ચિત્તા જેટલો ચપળ હો શિકાર દબોચવામાં!
ભલે એ ખલી પહેલવાન જેવો પડછંદ હો,
ભલે એ ચિત્તા જેટલો ચપળ હો શિકાર દબોચવામાં!
એને માટે એણે
રાજપૂત કે જાટ કે જાટ સિખ
માતાની કૂખે જન્મ લીધેલો હોવો જોઈએ!
રાજપૂત કે જાટ કે જાટ સિખ
માતાની કૂખે જન્મ લીધેલો હોવો જોઈએ!
તમે રાષ્ટ્રપતિ બની શકો છો,
રાષ્ટ્રપતિના અંગરક્ષક નથી બની શકતા!
અજૂબા.. અજૂબા... અજૂબા...
રાષ્ટ્રપતિના અંગરક્ષક નથી બની શકતા!
અજૂબા.. અજૂબા... અજૂબા...
આ દેશ આવી કેટકેટલી દુષ્ટતાઓથી ભરેલો છે?
આ દેશ આવી કેટકેટલી ભદ્રંભદ્રતાઓથી ભરેલો છે?
આ દેશ આવી કેટકેટલી ભદ્રંભદ્રતાઓથી ભરેલો છે?
અને નીરો કહે છે :
જાતિનાબૂદીની વાત ના કરો,
જાતિ તો આપણી મહાન વિરાસત છે!
જાતિનાબૂદીની વાત ના કરો,
જાતિ તો આપણી મહાન વિરાસત છે!
*
નીરવ પટેલ
3-1-2019
Comments
Post a Comment