કાવ્ય : 25
*
નદી કાંઠાનું તમારું ગામ.
તે નદી તમારી જીવનદોરી.
તમે સેંકડો વર્ષોથી
જે નદીના કાંઠે રહેતા હોય,
એને કોઈ ચોર ચોરી જાય તો!
તે નદી તમારી જીવનદોરી.
તમે સેંકડો વર્ષોથી
જે નદીના કાંઠે રહેતા હોય,
એને કોઈ ચોર ચોરી જાય તો!
તમે વહેલી સવારે ઊઠીને સૂર્યનમસ્કાર કરી સ્નાન કરતા આ નદીમાં.
તમે નદી કાંઠે ઉતરી એનું કોપરા જેવું જળ પીતા.
બપોરે છોકરડાઓ એમાં ધૂબાકા મારતા.
દેશી જાળ બાંધીને બે ટંકનાં માછલાં પકડતા.
પડખેના ભાઠામાં રિંગણટમેટાંની વાડી કરતા.
કન્યાઓ વ્રતપૂજા કરતી.
વિદાય થયેલા વડીલોનાં ફૂલ પધરાવતા.

એકવાર લંડન બ્રીજ પર નીરો ગયો,
ને થેમ્સની ઝાકઝમાળથી એવો ઘેલો થયો કે એણે ત્યાં જ નક્કી કરી લીધું :
બસ અસ્સલ આવી જ રીવરફ્રન્ટ બનાવું મારા દેશમાં!
ને થેમ્સની ઝાકઝમાળથી એવો ઘેલો થયો કે એણે ત્યાં જ નક્કી કરી લીધું :
બસ અસ્સલ આવી જ રીવરફ્રન્ટ બનાવું મારા દેશમાં!
એણે તો RCCના તોતિંગ સ્લેબથી આખી નદીના બેઉ કાંઠા નાથી લીધા.
એણે પહેલાં પૂર્વ કાંઠાની નાકાબંધી કરી લીધી.
પછી એણે પશ્ચિમ કાંઠાની નાકાબંધી કરી લીધી.
ન કોઈ ગામનો રહેવાસી નદીમાં પ્રવેશી શકે, ન કોઈ પ્રાણીપારેવું!
નદીકાંઠેના બિચારાં વ્રુક્ષોનો તો ખાતમો જ બોલી ગયો.
એણે પહેલાં પૂર્વ કાંઠાની નાકાબંધી કરી લીધી.
પછી એણે પશ્ચિમ કાંઠાની નાકાબંધી કરી લીધી.
ન કોઈ ગામનો રહેવાસી નદીમાં પ્રવેશી શકે, ન કોઈ પ્રાણીપારેવું!
નદીકાંઠેના બિચારાં વ્રુક્ષોનો તો ખાતમો જ બોલી ગયો.
હવે ત્યાં વિદેશી મહેમાનો હિંચકે ઝૂલે છે.
પૈસાદાર હોય એ એમ્યુઝમેન્ટ પાર્કમાં મહાલી શકે છે.
હવે ત્યાંથી અમીરો માટે સી-પ્લેઈન ઊડે છે : મહેસાણાથી અમદાવાદ ને અમદાવાદથી ખંભાત.
લાંબી હવાઈપટ્ટી બની ગઈ છે નદી.
જેની નદી હતી એ ગામડિયાઓને ભાગે તો એલિસબ્રિજની રેઈલિંગમાંથી આ જોણાં બચ્યાં છે.

નીરોના એજન્ડામાં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ હતી જ ક્યાં?
એની તો બસ એક જ જિદ છે,
નાગરિકો મરે કે જીવે,
આ દેશને જાપાન અને અમેરિકા બનાવી દેવો છે.
આ દેશને સુપર પાવર બનાવી દેવો છે.
એની તો બસ એક જ જિદ છે,
નાગરિકો મરે કે જીવે,
આ દેશને જાપાન અને અમેરિકા બનાવી દેવો છે.
આ દેશને સુપર પાવર બનાવી દેવો છે.
*
નીરવ પટેલ
12-1-2019
Comments
Post a Comment