Skip to main content

Posts

બ્રાહ્મણ

કાવ્ય : 53 * ધમ્મપદમાં બુદ્ધ કહે છે બ્રાહ્મણ એ છે જે પ્રબુદ્ધ છે. એટલે કે જે પ્રબુદ્ધ છે તે સૌ બ્રાહ્મણ છે. એટલે કે અન્ય સૌ ઈતરવર્ણીની જેમ નામજોગી બ્રાહ્મણોય બે પ્રકારના હોઈ શકે : જ્ઞાની અને અજ્ઞાની, પ્રબુદ્ધ અને બુદ્ધુ. પ્રગતિશીલ અને પુરાણપંથી, પ્રોગ્રેસિવ અને કન્ઝર્વેટિવ. મારા અનેક બ્રાહ્મણ મિત્રો પ્રબુદ્ધ છે, બેચાર બુદ્ધુઓ પણ છે, પણ છે સૌ ઈતરવર્ણી માણસ જેવા પ્રેમાળ અને ભલાભોળા બુદ્ધુઓ. પણ અનેકો બ્રાહ્મણો હજી પુરાણોને જ બ્રહ્મજ્ઞાન માને છે, સ્મૃતિઓને જ શ્રેષ્ઠજ્ઞાન માને છે. હર બિનબ્રાહ્મણની જેમ તેઓ છેલ્લી વીસેક સદીઓના સેક્યુલર નવજ્ઞાનસર્જનથી વંચિત છે. એટલે જ સૌ બિનબ્રાહ્મણોની જેમ તેઓ બુદ્ધુઓ પણ છે. અલબત્ત, ઈતરવર્ણીઓથી ભારે કટ્ટર. જન્મથી જ પોતાને સર્વોચ્ચ માને, ઈતરવર્ણીઓને જન્મથી જ ઉતરતા ને હીન માને, શૂદ્રોને તો ગુલામ જ સમજે, અતિશૂદ્રોને તો પશુઓથીય પતિત ને પાપી માને, તેમના પડછાયાથીય અભડાય. માનવી માત્રની જેમ બ્રાહ્મણો પણ બે પ્રકારના હોય છે : પ્રબુદ્ધ અને બુદ્ધુ. એ જ પૂરાવો છે બધા બ્રાહ્મણો બ્રાહ્મણ નથી હોતા, તેઓ અન્ય સૌ માનવીઓની જેમ જ ઉત્ક્રાંતિથી સંસ્કૃતિ તરફના પ્...

રિંગમાસ્ટર

કાવ્ય : 52 * રિંગમાસ્ટરને આપણે જ તો નિમ્યો હતો સરકસને સુપેરે ચલાવવા, સરકસનો ભરપૂર આનંદ માણવા. આપણે સરકસના ભારે રસિયા છીએ. આપણે જાણતા હતા એકબીજાનાં જાની દુશ્મનનેય એ એક કોરડે પાંસરા કરી દે છે. હાથી, ઘોડા, વાઘ, સિંહ સૌને તે ફટકારતો ને ધાર્યું કરાવતો. શો જોતા આપણે સૌ તાળીઓ પાડતા, રિંગમાસ્ટરના કમાલના ભારોભાર વખાણ કરતાં. દેશને વિદેશ જેવો ભપકાદાર બનાવવા આપણને લાગ્યું : આને રાજા નિમીએ તો કોઈ ચૂં ચાં ના કરે, તેજીથી સૌ કામ કરે, તેજીથી સૌનો વિકાસ થાય, સૌ અનુશાસનમાં રહે, બંધારણીય હક્કો ભોગવે ને ફરજો અદા કરે. લોકમતે રિંગમાસ્ટર તો રાજા થઈ ગયો! બેપાંચ વર્ષમાં એ તો સિંહાસનનો આદિ થઈ ગયો, એને ચિંતા થવા લાગી લોકમત ફરે ને સિંહાસન જાય તો? એણે એનાં રિંગમાસ્ટરી કરતબ અજમાવવાં શરુ કર્યાં : પ્રજા પ્રજા જ ના રહે, લોક લોક જ ના રહે તો કેવું? તો તો આપણું સિંહાસન યાવચ્ચંદ્રદિવાકરૌ. એણે જ્ઞાતિઓને જ્ઞાતિઓ સામે, કોમોને કોમો સામે, ધર્મોને ધર્મો સામે, ખેડૂતને ઉદ્યોગપતિ સામે, મજૂરને માલિક સામે, મતદાતાને મતદાતા સામે, પ્રજાને મિલિટરી સામે, પોલિસને સીબીઆઈ સામે, સેન્ટરને સ્ટેટ સામે, ન્યાયાલયને નાગરિક ...

છેટા રહેજો

કાવ્ય : 51 * 'છેટા રહેજો, કૂતરું હડકાયું થયું છે.' ભાદરવો આવે ને દલિત વેઠિયો આખા ગામને ચેતવે. માણસને શિંગડાં ફૂટે, પૂંછડી ઊગે, ન્હોર નીકળે, વાઘદાંત બહાર આવે ને લોકોને ભરખી ખાય ત્યાં લગી કોઈને અણસાર ના આવે. કોઈ કહે નહીં : આ જનાવરથી છેટા રહેજો! એ ચાર પગે ચાલતો નથી એટલા ખાતર જ વર્તાતો નથી. એ પ્રાણીઓની નહીં પણ પાર્લામેન્ટરી ભાષા બોલે છે એટલે જ પરખાતો નથી. એ ખાદીસિલ્કના સફેદ કુર્તાબંડી પહેરે છે એટલે જ ઓળખાતો નથી. એ પોતાને જનતાનો સેવક કહે છે એટલે જ લોકોને વાઘવરુ કે આખલાપાડા જેવો લાગતો નથી. પણ બહુ ભેલાડ કરે છે એ, દેશમાં કોઈને કોઈને તો એ દબોચી લે છે. આમ તો સૌ પરેશાન છે આ માણસખાઉ જાનવરથી. હું પરગજુ થઈને ગામવચાળે મોટી બૂમો પાડી ચેતવું છું : છેટા રહેજો, માણસ જાનવર થયાં છે. ત્યારે લોકો મારાથી છેટા રહે છે, મને અછૂત માને છે, મને ખોટો ખબરી માની મારો જ બહિષ્કાર કરી દે છે. હડકાયા કૂતરાને આખું ગામ ઓળખી જાય છે, બેપગા માણસખાઉ જાનવરને કોઈ ઓળખી શકતું નથી. એની સેવાથી છેતરાઈને એને જ સૌ પોતાનો રક્ષક માને છે, એને જ ફરી ફરી પોતાનો રાજા નિમે છે. મને અછૂત ગણો કે અસ્પ્રુશ્ય, હું તો પ્રજ...

પ્રુથ્વી

કાવ્ય : 50 * આ પ્રુથ્વી સુંદર ત્યારે લાગે જ્યારે એ હર પ્રુથ્વીવાસીને પ્યારી લાગે. આ પ્રુથ્વી પ્યારી ત્યારે લાગે જ્યારે એ હર પ્રુથ્વીવાસીને ભર્યુંભાદર્યું જીવન આપે. પ્રક્રુતિએ તો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું સૌને માટે. પણ સૌમાંથી થોડાક પોતાનો એકાધિકાર સ્થાપી દે છે પ્રક્રુતિ પર ને બાકીના સૌ પર. જોતજોતામાં પ્રક્રુતિ ને લોકો ગુલામ બની જાય છે. બેફામ શોષણદમનના દોર ચાલે છે ને પ્રુથ્વી જે સ્વર્ગ જેવી સુંદર હતી તે દોજખ બનતી જાય છે. આવડી મોટી પ્રુથ્વી પર માનવી માટે ઘર બનાવવાની જગા નથી, અલબત્ત મોટ્ટા મોટ્ટા મહેલ કે મોલ બનાવવા પૂરતી જગા છે. આવડી મોટી પ્રુથ્વી પર કુટુંબ માટે વર્ષભર ચાલે એટલી જાર વાવવા વીઘો ખેતર નથી, પણ 7-સ્ટાર લક્ઝરીયસ હોટેલ્સ માટે એકરોમાં જમીન છે. જેને ભાગે જીવવાનાં સંસાધનો નથી આવ્યાં, એને ભલા આ પ્રુથ્વી સુંદર કેવી રીતે લાગે? એને ભલા આ પ્રુથ્વી પ્યારી કેવી રીતે લાગે? એ ઘોર નિરાશામાં પ્રુથ્વીને પ્યારો થઈ જાય છે, કાં ઘોર આક્રોશમાં પ્રુથ્વીને જ ઊંબાડિયું ચાંપી દે છે. આપણા સૌની પ્યારી પ્રુથ્વી, બળતી બળતી એક દિવસ બુઝાઈ જશે કોઈની હાયથી, કોઈની લ્હાયથી. * ...

બજેટ

કાવ્ય : 49 * બજેટ દર વર્ષે આવે. જાણે લોટરીની ટિકિટ લઈ બેઠો હોય એમ દેશનો હર નાગરિક આશા રાખીને બેઠો હોય : અબ અચ્છે દિન આયેંગે! પણ લોટરી ખૂલે, ત્યારે લાગે લાગવગિયા લખપતિઓને, ક્રોની કરોડપતિઓને. કોઈને કરમાં લાખોની રાહત, તો કોઈને ટેક્સમાં કરોડોનું વળતર. વિકાસને નામે બાપડા ખેડૂની જમીન સસ્તામાં ખૂંચવી લે ને ઉદ્યોગપતિને મફતના ભાવમાં પધરાવે. મફત પાણી આપે, વીજળી આપે, રોડ આપે, રેલ આપે, વેઠના ભાવે મજૂર આપે. આવક વગરના બેકાર ને ગરીબ નાગરિકો તો મોં વકાસીને વળી પાછા રાહ જૂએ આવતા વર્ષની. ને એમ એક પછી એક બજેટ આવતાં રહે ને વર્ષો વિતતાં રહે : બેકારી જાય, ગરીબી જાય, આવક થાય, ખર્ચ કરી શકાય ને વેરો ભરી શકાય ત્યારે થોડીકેય રાહત કે વળતરને લાયક 'નાગરિક' બની શકાય ને! પહેલાં તો લોકો માનતા કે બેકારી દૂર કરે, ગરીબી દૂર કરે એને બજેટ કહેવાય. પણ હવે એમને સમજાવા લાગ્યું છે ગરીબ ઓર ગરીબ થાય, અમીર ઓર અમીર થાય એનું નામ બજેટ કહેવાય. સિત્તેર બજેટના ભંગાર પર સૂતેલા ડોસાને હવે કોઈ બજેટનો ઈન્તઝાર નથી, એ તો ચૂંટણીઓની જેમ આવે ને જાય. સવાર પડે એનો કોથળો લઈને ભંગાર વીણે છે ને રાત પડે ફૂટપાથ પર સૂઈ જાય...

પળોજણ

કાવ્ય : 48 * પાડોશીઓએ કહ્યું ત્યારે ખબર પડી અમારા આંબે મ્હોર આવી ગયો છે, બલ્કે અઠવાડિયાથી આવી ગયો છે. વાદળી ફૂલો બેસતાં એ બકમ લીમડી ઉધઈએ નર્યું ઠૂંઠું કરી મૂક્યું છે એય છેક આજે જાણ્યું. વાંસની ડાળે મસમોટો મધપૂડો બેઠેલો તે મધમાખીઓ વગર હવે મરી ગયેલી વાગોળ જેવો લટકી રહ્યો છે. લીંબુડીની ડાળે દેવલી તણખલાં ગોઠવતી હતી, પણ ક્યારે ઈંડા સેવ્યાં, બચ્ચાં થયાં, ઊડી ગયાં? ખાલી માળો જોયો છેક ત્યારે ખબર પડી. જીવનની પળોજણમાં આજુબાજુનું જીવન જોવા-જાણવા-માણવાનું સદંતર જ રહી જાય છે. મને પ્રુથ્વી મળી પ્રક્રુતિનાં જીવવૈવિધ્યને નિરખીને આનંદ મેળવવા, એકબીજાના સહકારથી જીવતરને રૂડું બનાવવા. અફસોસ, મને મારા આ જીવનની પળોજણમાંથી કોણ મુક્ત કરે! મને મારી આજુબાજુ જોવાની લગીરેક ફૂરસદ કોણ આપે! તો તો મને મારા સિવાયના જગતનાં સુખ સાથે દુઃખ પણ જોવા મળે કદાચ! તો તો એમાંથી ઉગરવાનો સહિયારો રસ્તોય મળે કદાચ! પણ જીવનની આ પળોજણ જળોની જેમ ચોંટી છે ને લોહી પીવે છે. * નીરવ પટેલ 1-2-2019

હિંદુઓ

કાવ્ય : 47 * હિંદુ ધર્મની અનેક જાતિઓ અને પંથો છતાં, હિંદુઓ માત્ર બે જ પ્રકારના હોય છે. ઉદારમતવાદી હિંદુઓ અને કટ્ટરપંથી હિંદુઓ. માનવતાવાદી હિંદુઓ અને હિંદુત્વવાદી હિંદુઓ. દેશપ્રેમી હિંદુઓ અને હિંદુરાષ્ટ્રપ્રેમી હિંદુઓ. ઉપનિષદપંથી હિંદુઓ અને પુરાણપંથી હિંદુઓ. આધુનિકતાવાદી હિંદુઓ અને પુરાતન-સનાતનવાદી હિંદુઓ. ધર્માંધ હિંદુઓ, અને ધર્મનિરપેક્ષ હિંદુઓ. RSS-VHP-BJP-શિવસેનાના હિંદુઓ અને એ સિવાયના બાકીના હિંદુઓ. હિંદુ મહાસભાના હિંદુઓ અને મહાત્મા ગાંધીના હિંદુઓ. હિંદુઓ મૂળે બે જ પ્રકારના હોય છે : 'વસુધૈવ કુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ. અને 'શ્રેણીબદ્ધ બહુજાતિ હિન્દુકુટુંબકમ'માં માનવાવાળા હિંદુઓ. * નીરવ પટેલ 31-1-2019